આરટીઈમાં ઓનલાઈન ફોર્મમાં તંત્રની બેદરકારીના લીધે ૩ દિવસ છતા ફોર્મ ભરી શકાતા નથી: વાલીઓમાં ભારે રોષ: ડી.ઈ.ઓને આવેદન પત્ર પાઠવ્યું
રાઈટ ટુ એજયુકેશન હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને સેલ્ફ ફાયનાન્સ સ્કુલોમાં નિ:શુલ્ક શિક્ષણ માટે પ્રવેશ આપવા આ વખતે ફોર્મ ભરવાની કાર્યવાહી જ બે મહિના મોડી શરૂ થઈ છે. ત્યારે તેના ત્રીજા દિવસે પણ સર્વર ડાઉન રહેતા વાલીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.
ગુજરાતમાં આરટીઈ વાલીઓ દ્વારા ભારે રોષ ફલાયો હોય તેવું જણાય છે. જેને પગલે રાજકોટમાં આજે ચિત્રોડાની આગેવાનીમાં સવારે ૧૧ વાગ્યેથી ઉગ્ર આંદોલન સ્વરૂપે રેલી કાઢી અને જીલ્લા શિક્ષણાધિકારી રાજકોટની કચેરીમાં ધરણા, પ્રદર્શન કર્યં હતુ. અને ડી.ઈ.ઓને તાત્કાલીક પણે આરટીઈના સર્વરની ખામી દૂર કરવા આવેદનપત્ર પણ પાઠવ્યું હતુ.
ગુજરાતમાં તમામ વાલીઓનાં ઓનલાઈન ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી સર્જાય છે. કારણ કે સરકાર ઓનલાઈન સર્વર અને સાઈટ સાવ નબળુ અને ધીમુ ચાલે છે. માટે વાલીઓ એક ફોર્મ ભરવામાં આખો દિવસ સાયબર કાફેમાં બેસી રહેવું પડે છે. આજે ડી.ઈ.ઓને આવેદન પત્ર પાઠવી વાલીઓએ જણાવ્યું હતુ કે, સર્વર સાવ ધીમુ છે. જેથી ફોર્મ ભરી શકાતુ નથી, ફોર્મમાં નકશાની પ્રિન્ટ આવતી નથી, શાળાઓનું લિસ્ટ ગાયબ થઈ જાય છે. ખોટી કેટેગરી જાતે જ પ્રિન્ટ થઈ જાય છે. આવી અનેક ક્ષતીઓથી વાલીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
વાલીઓએ જણાવ્યું હતુ કે ઓનલાઈન ફોર્મનો અમે બહિષ્કર કરીએ છીએ એટલે વાંધાઓ તાત્કાલીક પણે દૂર કરવા ડીઈઓને જણાવ્યું હતુ કે નહિતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, રેલી, ધરણા સાથે ગુજરાતમાં રોષ ફાટી નીકળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com