ત્વચાની સુંદરતા માટે જરુરી નથી કે મોંઘા-દાટ પ્રોડક્ટસ જ કામ લાગે, આયુર્વેદ, ઘરગથ્થુ, ઉપચાર, અને દાદીમાંના નુસ્ખાની સામે તો કોઇ પણ બ્યુટી પ્રોડક્ટસ ટકતી નથી. તમે ઘરે પણ નાઇટક્રિમ બનાવી શકો છો જે બહાર મળતા પ્રોડક્ટસ કરતા વધુ અસરકારક અને કેમિકલરહીત છે. જે તમારી ત્વચાને મોઇશ્ર્ચરાઇઝડ કરશે અને જરુરી પોષણ આપશે. તો તમે પણ નોંધી લો જટપટ રીત.

સામગ્રી :

  • – ૧ સફરજન
  • – ૧ કપ ઓલિવ ઓઇલ
  • – ૧/૨ કપ ગુલાબ જળ
  • – મિક્સર ગ્રાઇડર
  • – ડબલ બોઇલર

રીત :

– એક સફરજન નાના-નાના ટુકડા કરી તેને ઓછામાં ઓછી ત્રણ થી ચાર વખત પાણીથી સાફ કરો.

– ત્યાર બાદ સફરજનના આ ટુકડાને ઓલિવ ઓઇલમાં મેળવી લો.

– હવે ઓલિવ ઓઇલ અને સફરજનના આ મિશ્રણને મિક્સચર ગ્રાઇન્ડરમાં નાંખો અને તેને ૧૦ મિનિટ સુધી ચાલવા દો. તેમાં કેસર ઉમેરી ઘટ્ટ પીળી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને કાચનાં બાઉલ્સમાં કાઢી લો.

– હવે ગેસ પર સ્ટવ શરુ કરી ડબલ બોઇલર તૈયાર કરો. ત્યારબાદ સફરજનનાં મિશ્રણને વચ્ચેના બાઉલ્સમાં નાખો અને તેને ધીમા તાપે બળવા દો.

– ગેસ પર ૧૫ થી ૨૦ મિનિટ બાદ કાચના બાઉલને સાવધાનથી બહાર કાઢી અને તેને ઠંડુ થવા દો. પછી તૈયાર થયેલી પેસ્ટમાં ગુલાબજળ ભેળવી ચમચીથી હલાવો.

– અને બાદમાં તમે તેને  ડબ્બામાં ભરી લો. તમારુ નાઇટ ક્રિમ તૈયાર છે જે ત્વચાને કોમળ રાખશે. અને અન્ય બ્યુટી પ્રોડક્ટસ કરતા વધુ સુરક્ષિત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.