ટેકનોલોજીના વર્તમાન ઝડપી યુગમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જીવનનો એક અતિમહત્વનો ભાગ બની ગયા છે. ત્યારે આ ટેકનોલોજીનો ગેરલાભ ઉઠાવનારા લોકો પણ ઝડપભેર વધી રહ્યા છે. ગત વર્ષમાં વિશ્વભરમાં થયેલા બે મિલિયન સાયબર એટેકમાં અધધ… કહી શકાય તેટલા ૩ લાખ કરોડ રૂા વિવિધ દેશોની સરકારે ગુમાવ્યા છે. રેન્ડસમ વેટ સહિતના અનેક સાયબર એટેકના કારણે અનેક સ્થાનીક સરકારોને મુશ્કેલી પડે હતી તેના કારણે આ આર્થિક નુકશાની વેઠવી પડી હોવાનું એક અભ્યાસમાં ગઇકાલે ખુલવા પામ્યું હતું.
ઇન્ટરનેટ સોસાયટીના ઓનલાઇન ટ્રસ્ટ એપ્લાયન્સ ટ્રસ્ટ એપ્લાયન્સના ડેટા મુજબ અમેરિકા અને અનેક ઇન્ટરનેશનલ શાહુકારની એક આંખ અને ચોરની ચાર આંખ જેવો ઘાટ હાલની પરિસ્થિતિમાં સાયબર જગતમાં બની ગયો છે. માત્ર ૨૦૧૮ની એક જ સાલમાં ૪૫ બીલીયન ડોલર સાયરબ એટેકને લઇ લુંટાયા છે. તો સમજી શકાય કે આ આંકડો કયાં જઇ અટકશે, રેન્સમવેરથી લઇ લઇ વિવિધ પ્રકારના અટેકો લોકોની પરેશાનીનું કારણ બની ગયા છે.
૨૦૧૮માં આશરે ર મીલીયન સાયબર હુમલાઓના પરીણામે આખા વિશ્વમાં ૪૫ બિલીયન ડોલરથી પણ વધુનું નુકશાન થયું હતું. કારણ કે લોકોએ અને સરકારે રેન્સમવેર નામના વાયરસનો સામનો કરવો પડયો હતો. આવું એક અભ્યાસ દરમ્યાન જાણવા મળ્યું છે. દિવસે ને દિવસે સાયબર એટેક વધતાં જ જાય છે અને તેની સામે સિકયોરીટીની દ્રષ્ટિએ પગલાં લઇ શકાતા નથી નકલી ઇ-મેઇલ અને કિટટોજેકિંગ એટલે કે બિટકોઇન અને ખોટા ચલણો બનાવવા માટે નેટવર્ક ને હેડ કરવામાં આવે છે અને તેનો દુરુપયોગ કરી લોકોનાં નાણા ખંખેરવામાં આવે છે.
એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે સાયબર ક્રિમીનલો વધુ પડતાં વ્યવહારુ બની રહ્યાં છે. અને તેઓ લોકોને ખુબ જ સ્માર્ટ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. એ પણ નોંધવામાં આવ્યું છે. કે તેની સામે કોમ્પ્યુટરોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
વિવિધ સલામતી સંસ્થાઓને ૨૦૧૮માં ૬૫૧૫ જેટલા કોમ્પયુટરિંગ અને પ બિલીયડ રેકોર્ડ એક્ષપોઝ કરી તેનો નાશ કર્યો હતો. જેફ વિબલર કે જે તકીનીકી જોડાણના ડિરેકટર તરીકે છે તેમણે જણાવ્યું હતું કે અહેવાલોના અંદાજ રૂઢીચુસ્ત છે કારણ કે ઘણા એવા હુમલાઓ છે જેની જાણ જ નથી.
સાયબર ક્રાઇમની નાણાંકીય અસર નોંધપાત્ર રીતે વધતી જાય છે અને સાયબરના ગુનેગારો લોકો પર એટેક કરીને પોતાના લાભો લઇ અને દિવસે ને દિવસે કુશળ બનતા જાય છે. માત્ર એટલાન્ટા, જર્યોજીયા અને બાલ્ટિમોર શહેરોમાં જ હાઇ પ્રોફાઇલ ગુનેગારોએ રેન્સમવેર જેવા હુમલાઓ સાયરબ પર કરી અને ૮ બીલીયન ડોલરનું નુકશાન કર્યુ છે. હુમલાખોરો માત્ર વાયરસ નહિં પરંતુ વિવિધ પ્રકારના ઇ મેઇલ સ્કેમ દ્વારા લોકોને લુંટી અને પૈસા પોતાના ખીસ્સામાં ભર્યા છે આના લીધે છેલ્લા વર્ષમાં ૧.૩ અબજ ડોલરની ખોટ ગઇ હતી. આ સાયબર એટેકના કારણે ડેટાનું એકત્રીકરણ માટે કંપનીઓએ સાયબર એકસપર્ટ નો સહારો લેવો પડયો છે. અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના ડેટાની સુરક્ષા માટે હવાલો આપવામાં આવ્યો છે.
આ સાયબર ક્રિમીનલોએ જે રીતે જગતમાં પ્રવેશ કર્યો છે તેના પ્રમાણમાં દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો છે પરંતુ આવા ગુનેગારોને અટકાવશે કોણ? સરકારે આ બાબત પર ઘ્યાન કેન્દ્રીય કરવું જરુરી કે નહિ તે તો સરકારે જોવું જ રહ્યુ.