દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષના પૂનમના દિવસે હનુમાન જ્યંતી મનાવવામાં આવે છે, હનુમાનજીના ભક્ત માટે હનુમાન જ્યંતી ખૂબ જ ખાસ હોય છે આ વર્ષે હનુમાન જ્યંતી શનિવારના રોજ ઉજવાય આવી રહી છે. હનુમાન જ્યંતી પર વિશેષ યોગ હોવાને કારણે હનુમાન ભક્તો માટે વિશેષ ફળદાયી રહેશે.
પૂનમ 30 માર્ચે સાંજે 07 : 35 કલાકે શરૂ થઇને 31 માર્ચે સાંજે 6 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ હોવાને કારણે 31 માર્ચે આ પર્વ મનાવવામાં આવ્યો છે. હનુમાન જ્યંતિના દિવસે સવારે 9 કલાકથી 11 કલાક સુધી રાહુકાળ રહેશે અને આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સવારે 11 કલાક બાદથી સાંજે 6 કલાક સુધી રહેશે.
આજના દિવસે હનુમાન જ્યંતી હોવાને કારણે જે લોકોની કુંડળીમાં શનિની સાડાસાતી અને ઢૈય્યા ચાલી રહ્યું છે તેમના માટે આ દિવસ ખુબ જ ખાસ છે. શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેઓ તેમના ભક્તો પર તેમની કૃપા રાખશે.
જે ભક્ત હનુમાન જ્યંતી પર સાચા મનથી હનુમાનજીની પૂજા-આરાધના કરશે તેમના બધા કષ્ટ દૂર થઇ જશે અને તેમના માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
બળ, બુદ્ધિ અને પરાક્રમનાં દેવતા હનુમાનજીની હનુમાન જયંતિ આજના રોજ ઉજવવામાં આવી છે. આમ તો તે ચૈત્ર માસની પૂનમે ઉજવાય છે, જે આ વખતે 9 વર્ષ પછી માર્ચમાં આવી રહી છે. જેથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. જેથી શુભ મુહૂર્તમાં પૂજા કરશો તો તમારા પર શુભ પ્રભાવ પડશે અને બધા કષ્ટો પણ દૂર થશે.
સામાન્ય રીતે હનુમાન જયંતિ એપ્રિલ મહિનામાં આવે છે. પણ આ વખતે 9 વર્ષ પછી હનુમાન જયંતી માર્ચ મહિનામાં આવી છે. આ પહેલા 2008માં હનુમાન જયંતિ 31 માર્ચે આવી હતી, જ્યારે આ વર્ષે પણ તે 31 માર્ચ એટલેકે આજના આ સશુભ દિવસે ઉજવવામાં આવી રહી છે.
આ રીતે હનુમાન જયંતી પર કરો ભગવાનની પૂજા:
હનુમાન જયંતીના શુભ મુહૂર્તે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને લાલ વસ્ત્રો પહેરી, લાલ આસન પર હનુમાનજીની સ્થાપના કરો.ત્યાર બાદ હનુમાનજીને સિંદૂરનો ચાંદલો કરો, લાલ ફૂલ અર્પણ કરો અને ધૂપ-દીપથી તેમની આરતી ઉતારો.