કુતરા ,ડોગ કે શ્વાન આદિ કાળથી માનવ જાત સાથે જોડાયેલા છે. માનવ જાત છેલ્લા 30 હજાર વર્ષોથી શ્વાનને પાળી રહ્યા છે.શેરીના શ્વાન માનવ સમુદાય સાથે જોડાયેલા જોવા મળે છે, અને તે માનવીને વફાદારી સાથે શેરીની ચોકી પણ કરતા હોવાથી, અજાણ્યા માણસોને રાત્રે શેરીમાં આવવા દેતા નથી. આપણા પરિવારના નાના બાળકો તેની સાથે બાળપણથી જોડાયેલા હોય છે. આજના યુગમાં શેરીના શ્વાનો ઘણી તકલીફમાં જીવન પસાર કરી રહ્યા છે ,જોકે ઘણી સંસ્થા તેની મદદ એ આવતા તેને થોડી રાહત મળી છે. ગામડાઓમાં રાત્રે સ્વાન રોવે તો તેને અશુભ કે તેને આત્મા દેખાય છે, જેવી લોકવાયકા પ્રચલિત છે. આજે તો વિદેશોમાં રહેતા એકલા સિનિયર સિટીઝનને બહાર જવા આવવા માટે ડોગ માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરતો જોવા મળે છે.
કૂતરાની આંખો ચમકદાર અને જીભ લાંબી હોય છે: તે જીભ બહાર કાઢીને શ્વાસ લે છે : સુંઘવાની શક્તિમાં તે બીજા પ્રાણીઓ કરતાં આગળ છે, અને તે દૂરથી જ કોઈ વસ્તુ સૂંઘી લે છે : કેટલીક પ્રજાતિ ને રેસ્ક્યુ ડોગ ની તાલીમ અપાય છે
બધા શ્વાન વરૂના વંશજ છે: ઘરેલુ શ્વાનનું સૌથી જૂનું અશ્મિ બેલ્જિયમમાં 31.700 વર્ષ પહેલાનું છે : આજે દુનિયામાં ડોગની 800 થી વધુ પ્રજાતિ જોવા મળે છે : રાત્રે તેના રોવા પાછળ ઘણી બધી લોકવાયકા આપણા સમાજમાં પ્રચલિત છે
આપણા જીવનમાં શ્વાન એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.બાળથી મોટેરાને શ્વાન પ્રત્યે લગાવ હોય છે. પોતાના પાલતુ જાનવરો પરત્વે માનવી પોતાના પુત્ર કરતા પણ વિશેષ પ્રેમ કરતાં હોય છે. તેની સાર સંભાળ સાથે વેકસિનેશન, આહાર ઉછેર બાબતે માલિક હમેશા તકેદારી રાખીને પોતાના લાડલા શ્વાનને ઉછેરે છે. દુનિયાભરમાં 26મી ઓગષ્ટે શ્વાન દિવસ ઉજવાય છે.
વર્ષોથી કાર્યરત અમેરિકન પેટ પ્રોડકટસ એસોસિયન (અઙઙઅ) શ્વાનને સન્માન આપવા વૈશ્વિક ઉજવણી કરે છે. વર્ષોથી માનવી સાથે રહેતા અને માનવીનો સાચો મિત્ર શ્વાન પોતાના ઘણા બધા ગુણો સારી ટેવને કારણે પ્રિય છે. ખાસ તો નાના બાળકોને આ શ્વાસ ખુબ જ ગમે છે. પાલતું ડોગને પરિવારના સદસ્યની જેમ રાખે છે. સોશ્યલ મીડીયામાં તેના એકાઉન્ટ પણ ખુલવા લાગ્યા છે. પાલતુ શ્વાન માલિકની સુચનાનો અમલ સાથે ઘણી બધી ઓબિડયન્સી સ્કીલમાં પાવર ફુલ હોવાથી તેના માલિકને ગર્વ થાય છે. વિશ્ર્વભરમાં 1100 થી વધુ પાલતું જાનવરને માણસ પોતાના ઘરે પાળી રહ્યો છે જેમાં ડોગ કેટ પોપટ વિગેરેનો સમાવેશ થાય છે.
જનાવર એ સદીઓથી માણસ જાતના મિત્ર રહેલ છે. લોકો જુદા જુદા પાલતું જાનવર રાખવાનો શોખ હોય છે. ઘણા લોકો એનિમલ લવર પણ હોય છે. એટલે પાળે છે તો અમુક પોતાના સ્ટેટસ માટે પાળતા હોય છે. આજે કેટલાય શ્વાન સેલેબ્રીટી જેવી ઓળખ ધરાવે છે. ફિલ્મ સ્ટારોમાં ડોગ પાળવાનો જબ્બર ક્રેશ છે. આપણાં ભારતમાં પાલતુ ડોગ સાથે સ્ટ્રીટ ડોગને પણ એટલો જ પ્રેમ કરાય છે. માંદગી, આહાર વિગેરેમાં તેને પણ આસપાસના લોકો સંપૂર્ણ મદદ કરે છે. આપણાં ક્રિકેટર
વિરાટ કોહલી પણ ડોગ લવર છે તેને બિગલ ડોગ બ્રીડ રાખેલ છે. કેટલાક લોકો પોતાની સિકયુરીટી માટે પણ ખુંખાર મોટી બ્રીડના શ્વાન પાળે છે. ઇતિહાસ જોઇએ તો માણસે 30 હજાર વર્ષ પૂર્વે પાળતું શ્ર્વાન પોતાની સાથે રાખવાનું શરુ કર્યુ હતું. શ્વાનનો મોટો ફાયદો એ છે કે તે માલીકના આદેશ અનુસાર વર્તન કરે છે, અને ડીસીપ્લીનમાં રહે છે. શ્વાન માનવીને સુધી ને જ કેન્સર, ડાયાબીટીસ અને અન્ય બિમારીઓ જાણી શકે છે. શ્ર્વાન જુદા જુદા 10 થી વધુ પ્રકારના અવાજો કાઢી શકે છે.
શ્વાનની અલગ અલગ પ્રજાતિમાં લેબ્રાડોર, પગ, જર્મન શેફર્ડ, ગ્રેટડેન, બોકસર, ડોબરમેન, પોમેરિયન, બિગલ, ચાવચાવ, મેસ્ટીફ, પીરાન્હેન ડેન, હસ્કી, લાસા, જેવા વિવિધ પ્રજાતિના ડોગ હોય છે. આજે દુનિયાભરમાં વિવિધ સ્થળોએ ખૂબ જ સુંદર ડોગ શો નુ આયોજન કરવામાં આવે છે. ઘણી બધી પ્રજાતિઓ ને તાલીમ આપીને પોલીસ વિભાગ, લશ્કર કે એરપોર્ટના સ્થળે સિક્યુરિટીની કામગીરી સોપાઈ છે. ડોગ લવર કલબ હેલ્પલાઇન
રાજકોટમાં ડોગ લવર કલબની હેલ્પ લાઇન ચાલે છે જેમાં ડોગ વિશેનું માર્ગદર્શન ટ્રીટમેન્ટ, આહાર, ઉછેર જેવી માહિતી વિનામૂલ્યે અપાય છે. જેનો મોબાઇલ નંબર 98250 78000 તથા 98249 07431 છે.
શ્વાન રાત્રે કેમ રડે છે ?
શ્વાન રાતે રોવાના ઘણા કારણો જોવા મળે છે ,પણ એક વાત વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું છે કે ,તેને કોઈ આત્મા દેખાતો નથી ,અને તે એક લોકવાયકા છે. તેના રોવાના કારણોમાં ઠંડીમાં રાત પડતા તેને અતિશય ઠંડી લાગતી હોવાથી , ઘણીવાર બીજા શ્વાનને સંદેશો આપવા કે તેને નાની મોટી ઈજા કે, શિયાળાની લાંબી રાત્રી હોવાથી ભૂખને કારણે રડતા જોવા મળે છે. ઘણીવાર માલિકથી કે તેના પરિવાર સમૂહથી વિખુંટુ પડી ગયેલ શ્વાન પણ રડતું હોય છે .એક વાત એવી પણ જાણવા મળી છે કે, શ્વાનની ઉંમર વધવાથી તેનામાં ડર પેદા થાય છે, અને તે રડે છે .એકલતાને કારણે પણ ઘણીવાર શ્વાન રાત્રે રડતા હોય છે.
બોલીવુડના કલાકારોનો શ્વાન પ્રેમ
આપણી ફિલ્મ દુનિયાના કલાકારોમાં શ્વાન પ્રેમ નિહાળો છે. કેટલીક ફિલ્મોમાં શ્વાનની ભુમિકા પણ મહત્વની જોવા મળી રહી છે. જાણીતા કલાકારો પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડીસ, મલાઇકા અરોરા, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ઋત્વિક રોશન, સલામાનખાન, અમિતાભ બચ્ચન, અજય દેવગન, સોનાક્ષી સિંહા, શ્રઘ્ધા કપુર , વરૂણ ધવન, સોનમ કપૂર, સની લિયોની જેવા વિવિધ સ્ટારો પાસે શ્ર્વાન છે.
શ્વાનની અજાણી વાતો
મનુષ્યો લગભગ 30 હજાર વર્ષથી શ્વાન પાળે છે. શ્વાન વિવિધ બિમારીને પણ ઓળખી લે છે, તેની સૂંઘવાની શકિત પાવર ફુલ હોય છે. તે જુદા જુદા 10 થી વધુ પ્રકારના અવાજો કાઢી શકે છે. ઇતિહાસ જોઇએ તો તે ‘ભેડિયા’ના પૂર્વજો એક જ હતા, તેથી જ તે બન્નેનું 99.99 ટકા ડી.એન.એ. સરખુ જોવા મળે છે. માનવીનું લોહી જેમ ચાર પ્રકારનું હોય તેમ શ્ર્વાનના લોહીના 13 પ્રકારના હોય છે. ‘પીટબુલ’નામની શ્વાન પ્રજાતિ સૌથી ખતરનાક હોય છે. અમેરિકામાં તેને પાળવાની મનાઇ છે. તેના હુમલાને કારણે માણસોના મૃત્યુ થાય છે. દુનિયાના 10 સૌથી ખતરનાક ડોથમાં આ બ્રીડ પ્રથમ નંબરે છે. શ્વાનની આંખની રોશની વધુ તેજ હોય છે. અંતરિક્ષમાં પણ સૌ પ્રથમ રશિયાનો ડોગ ‘લાયકા ગયો હતો. ગ્રીક અને બલ્ગેરીયામાં એક યુઘ્ધ એટલા માટે થયું હતું કે ,ગ્રીકનો શ્વાન બલ્ગેરીયાની બોર્ડર ક્રોસ કરી ગયો હતો.