માત્ર એક જ એન્જીન ધરાવતા હેલીકોપ્ટરોના તો ઉપયોગ

ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે સરકાર વિપક્ષનો કોઈપણ વિરોધ ઉભો ન ાય તે માટે ફૂંકી ફૂંકીને પગલા લઈ રહી છે જેમાં ગુજરાતના ચોપર અને હેલીકોપ્ટર જૂના ઈ ગયા હોવા છતાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સહિતના નેતાઓ જીવનું જોખમ ખેડી રહ્યાં છે. ગઈકાલે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું ચોપર ક્રેસ યું હતું ત્યારે ગુજરાતમાં પણ મોટાભાગના રાજકીય આગેવાનો આવી જ રીતે જીવનું જોખમ ખેડી રહ્યાં છે.

હાલમાં ગુજરાત સરકાર ૧૦ વર્ષ જૂના હેલીકોપ્ટર અને પ્લેન ઉપયોગમાં લઈ રહી છે. જેમાંી અમુક ૧૯૯૯માં ખરીદવામાં આવ્યા છે. વધુમાં ગુજરાત રાજય સરકાર દર વર્ષે ત્રણ કરોડ ‚પિયા આ હેલીકોપ્ટર અને વિમાનના મેન્ટેનન્સ માટે વાપરે છે. પરંતુ ચૂંટણીના વર્ષમાં વિપક્ષનો વિરોધ ઉભો ન ાય તે માટે નવી ખરીદી કરવામાં આવી રહી ની. મુખ્યમંત્રી સહિતના નેતાઓ માત્ર એક જ એન્જીન ધરાવતા હેલીકોપ્ટરનો ઉપયોગ કરે છે જે મુસાફરી દરમિયાન ખામી સર્જાય તો જીવને ભારે જોખમ રહેલું છે.

સૂત્રોના કહ્યાં પ્રમાણે નવા હેલીકોપ્ટર ખરીદવા માટે ૭૦ ી ૧૦૦ કરોડના ફંડની જ‚ર હતી. પરંતુ સરકાર દ્વારા માત્ર ૨૫ કરોડ ‚પિયા જ ફાળવવામાં આવ્યા હતા. જેના પરિણામે નેતાઓ જીવના જોખમે ચોપર અને પ્લેનની મુસાફરી કરી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ ચૂંટણીના વર્ષમાં વિરોધ પક્ષના વિરોધનો ડર છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.