આચાર્યથી પટ્ટાવાળા સુધીની તમામ કામગીરીમાં શ્રેષ્ઠ કાર્ય કરનારને સન્માનીત કરાયા
શિક્ષક વર્ગખંડનો રાજા છે, આજના યુગમાં ગુરૂ વિદ્યાર્થીનો
વાલી સાથે મિત્ર પણ છે: હરેન્દ્રસિંહ ડોડીયા
અબતક, રાજકોટ
આવતીકાલે ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવણી થનાર છે ત્યારે શહેરની જાણીતી વિરાણી સ્કૂલ દ્વારા ૫ૂર્વ દિવસે શિક્ષક દિવસની ગરીમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શાળાનાં જ ધો.૯ થી ૧૨ના કુલ ૧૧૦ વિદ્યાર્થીએ શાળાની તમામ શૈક્ષણિક વહિવટી તથા સંચાલન કાર્યને સંભાળીને સાયન્સ-કોમર્સના વિદ્યાર્થીઓને તેના જ વર્ગના છાત્રએ શિક્ષક બનીને ભણાવ્યાં હતાં.
શ્રેષ્ઠ શિક્ષણકાર્ય કરનાર છાત્રને પ્રથમ ત્રણ ક્રમ આપીને સન્માનીત કરાયા હતાં. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, ડો.અરૂ ણ દવે, ડો.પ્રવિણ નિમાવત અને ચિરાગ ધામેચા ઉપસ્થિત રહ્યાં હતાં. સર્વો છાત્રોને મહેમાનોના વરદ હસ્તે સન્માનીત કરાયા હતાં.
અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, સંસ્કૃત, સમાજવિદ્યા, કોમ્પ્યૂટર શિક્ષણ સાથે સાયન્સના ફિઝીકલ, કેમેસ્ટ્રી તથા બાયોલોજી જેવા અઘરા વિષયો છાત્રોએ જ સુંદર રીતે ભણાવ્યા હતા. શિક્ષક બનેલા છાત્રોએ પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે એક દિવસના અનુભવે શિખવા મળ્યું કે શિક્ષણ કાર્ય કરાવવું કેટલું અઘરૂ છે.
શિક્ષણ તજજ્ઞ ડો.અરૂ ણ દવેએ પોતાના ઉદ્બોધનમાં જણાવેલ કે વિદ્યાર્થીએ લક્ષ્ય આધારિત શિક્ષણ મેળવીને સર્ંવાગી વિકાસ કરવો જરૂ રી છે. જ્યારે ડો.પ્રવિણ નિમાવતે જણાવ્યું કે આજના શિક્ષણ કાર્યથી છાત્રોને ઘણું શીખવા મળ્યું છે તેની વાત શિક્ષકો અને મા-બાપો સાથે શેર કરજો.
શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ ગુરૂ નો મહિમા જણાવતા શિક્ષક જ બાળકોમાં ઘડતરમાં અગત્યની ભૂમિકા પ્રદાન કરે છે ની વાત છાત્રોને કરી હતી. સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાનાં શિક્ષક જી.બી. હિરપરાએ કરી હતી. શાળાના આચાર્યની જવાબદારી વિદ્યાર્થી હિત ઉનડકટ તથા વાઇસ પ્રિન્સીપાલની ભૂમિકા કિર્તન ટાંક સંભાળી હતી.