શિવસેનાના એક નેતાની હત્યાના ગુનામાં ઉંમરકેદની સજા ભોગવી રહેલા અરૂણ ગવળીએ ‘ગાંધીજીના વિચારો’ પરીક્ષામાં ૮૦ માંથી ૭૪ માર્કસ મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો
પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી ‘મોસ્ટ વોન્ટેડ’ના ચાર્ટમાં પ્રથમ આવતો અંડરવર્લ્ડ ડોન અરૂણ ગવળી ૨૦૧૭ની ગાંધી જાગૃતી પરીક્ષામાં પણ પ્રથમ આવ્યો છે. ગવળીએ ગાંધીગીરી બતાવી મહાત્માની પરીક્ષા ૯૨.૫ ટકા અને ટોપની સાથે પાસ થયો છે.
જણાવી દઈએ કે, હાલ અરૂણ ગવળી નાગપુર સેન્ટ્રલ જેલમાં ઉંમરકેદની સજા કાપી રહ્યો છે. સહયોગ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્ર ભુસરીએ કહ્યું કે, ગવળીના પ્રશ્ર્નપત્રમાં ૮૦ માંથી ૭૪ પ્રશ્નોના જવાબ સાચા પડયા છે અને આથી અમને ખુશી છે કે તેણે જેલમાં રહી ગાંધીવાદના સિદ્ધાંતોને આત્મસન કરવાના પ્રયાસો કર્યા છે.
ઓકટોમ્બર, ૨૦૧૭માં સહયોગ ટ્રસ્ટ દ્વારા જેલના કેદીઓ માટે મહાત્મા ગાંધી વિષય પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં ૧૬૦ કેદીઓએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો. જેમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલા ૧૨ કેદીઓ પણ સામેલ હતા. આ પરીક્ષાના પરીણામો ૩૦ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં
આવે છે પરંતુ તપાસના અમુક મુદાઓને લઈ પરીણામ જાહેર કરવામાં સાત મહિનાનું મોડુ થયું.
આ અંગે ભુસરિએ વધુમાં જણાવતા કહ્યું કે, અરૂણ ગુલાબ અહીર ઉર્ફે અરૂણ ગવળી ૨૦૧૦ની પરીક્ષા માટે આવેદક ન હતો પરંતુ મુંબઈ આવતા સારા વાંચનલાયક પુસ્તકો અને અન્ય સાહિત્યોને કારણે તેણે પણ પરીક્ષામાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી અને ભાગ લીધો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨માં શિવસેનાના એક નેતાની હત્યાના ગુનામાં અરૂણ ગવળી ઉંમરકેદની સજા કાંપી રહ્યો છે.