સામગ્રી
- ૨૦૦ ગ્રામ બેબીકોર્ન
- ૧ નંગ ગ્રીન કેપ્સિકમ (પટ્ટીમાં કાપેલું)
- ૨ ટેબલ-સ્પૂન કોર્નફ્લોર
- ૪ ટેબલ-સ્પૂન મેંદો
- ૧ આદું-લસણની પેસ્ટ
- અડધો મરી પાઉડર
- પાણી
- મીઠું
- તેલ તળવા માટે
- સોસ
- ૨ નંગ લીલા કાંદા ચોપ્ડ
- ૧ નંગ કાંદો ચોપ્ડ
- ૧ નંગ કેપ્સિકમ
- ૧ લીલું મરચું ચોપ્ડ
- અડધો આદુંની પેસ્ટ
- ૪-૫ નંગ લસણની પેસ્ટ
- ૧ ટેબલ-સ્પૂન સોયા સોસ
- ૧ ટેબલ-સ્પૂન કેચઅપ
- અડધો સેલેરી ચોપ્ડ
- અડધો મરી પાઉડર
- અડધો લાલ મરચાંનો પાઉડર
- ૨ ટેબલ-સ્પૂન તેલ
- મીઠું અને સાકર
બનાવવાની રીત:
- બેબીકોર્નને સાઇઝ પ્રમાણે ધોઈને કટ કરી લેવા.
- એક બોલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું, મરી, આદું-લસણની પેસ્ટ મિક્સ કરીને બેટર બનાવવું. જાડું બેટર રાખવું.
- બેબીકોર્નને આ બેટરમાં બોળીને સેલોફ્રાય કરવા.
- એક કડાઈમાં તેલ ગરમ કરીને એમાં કાંદા સાંતળવા. એમાં સેલેરી, કેપ્સિકમ, આદું, મરચાં, લસણને મિક્સ કરીને સાંતળવું.
- એમાં સોયા સોસ અને કેચઅપ મિક્સ કરવું. સો બેબીકોર્ન, મીઠું, સાકર, મરી અને લાલ મરચાંનો પાઉડર મિક્સ કરીને બેબીકોર્નને આ મસાલો કોટ કરવો.
- એના પર લીલી ડુંગળીનાં પાન સ્પ્રિંકલ કરી નાખવાં.