દુનિયાના પ્રારંભથી લઇ એવી અનેક સંસ્કૃતિ વિકસી છે આજે પણ આપણે જે પણ સંસ્કૃતિની સભ્યતા, ધર્મ, અને પરંપરાને અનુસરીને છીએ તેની શરુઆત પ્રાચીનકાળમાં થઇ હતી. આજે પણ જુના રીત રીવાજ એટલી જ શ્રધ્ધાથી અને વિશ્ર્વાસથી નીભાવીએ છીએ. કંઇક એવુ જ બ્યુટી સીક્રેટ્સ સાથે પણ થયું છે. અને આ ટીપ્સ આજે પણ એટલા જ ઉપયોગી છે જેટલા ત્યારે હતા.

આજે આપણે કંઇક એવા જ પ્રાચીનતમ બ્યુટી સિક્રેટ્સ વિશે વાત કરવાનાં છીએ જેનો ઉપયોગ પ્રાચીન કાળથી જ કરવામાં આવી રહ્યો છે.

આજે જે ગુલાબ જળનો ઉપયોગ સ્કિન ક્લીન્ઝીંગ માટે થઇ રહ્યો છે તેમ પ્રાચીનકાળથી જ તેનો ઉપયોગ ત્વચાને નીખારવા માટે થઇ રહ્યો હતો.

મીસ્ર અને યુનાની રાણીએ કેસરના તેલનો ઉપયોગ સુંદરતા માટે કરતી હતી. જેનો આજે પણ એટલો જ ઉપયોગ થઇ રહ્યો છે. કેસરને નાળિયેરનાં તેલમાં મીક્સ કરી સ્કીન પર લગાવવાથી સ્કીનનો ગ્લો વધે છે.

પુદીનો પણ પ્રાચીનકાળમાં ખુબ ઉપયોગી સાબિત થયો હતો. જેમાં મહિલાઓ સુંદર દેખાવા તેનો ઉપયોગ કરતી હતી. પ્રાચીન મીસ્ર અને ઉત્તર આફ્રીકા, મધ્યપૂર્વ ગ્રીસના લોકો બોડી હેર રીમૂવર માટે શુગરીંગ હેયર રીમૂવર ટ્રીટમેન્ટનો ઉપયોગ કરતા હતા. આ ટ્રીટમેન્ટનો ફાયદોએ હતો કે આજનાં વેક્સીંગની જેમ તે દર્દ ભર્યુ ન હોતું. જેમાં ખાંડ, લીંબુ, ગરમ પાણી અને લાકડાની સ્ટીકનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ચીનની યુવતીઓ જુના જમાનામાં પીમ્પલ્સ અથવા ચીલને દૂર કરવા મગની પેસ્ટ બનાવી લગાવતી હતી. જેમાં મુખ્યત્વે પ્રોટીન અને વિટામિન્સ રહેલાં હોય છે.

મીસ્રનાં રાજધરાનાંની મહિલાઓ પોતાની સુંદરતા માટે રોજ મધનો ઉપયોગ કરતી હીત. મધમાં મચ્ચ્યુરાઇઝીંગનો ગુણ રહેલો છે. જેથી તેનો ઉપયોગ ફેસ માસ્ક તરીકે કરવામાં આવતો હતો. અને આજે પણ મધનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

પહેલાનાં જમાનાં ચહેરા પરની ડેડ સ્કીન કાઢવા સમુદ્વી મીઠાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેનાથી સ્કીનનો ગ્લો પણ વધતો હતો અને આજે પણ આ ઉપાય ઉપયોગમાં લેવામાં આવે છે.

નારીયેલ તેલનો ઉપયોગ હંમેશાથી એશીયાના સમુદ્વ કિનારે વસતી મહિલાઓ આદિકાળથી કરતી આવી છે. જેનો આજે પણ વાળમાં તેલ લગાવવા થાય છે. તો આમ જે કુદરતી વસ્તુઓનો ઉપયોગ પ્રાચીન કાળમાં સુંદરતા માટે થતો હતો તે આજે પણ થઇ રહ્યો છે અને એટલો જ ફાયદાકારક સાબિત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.