સ્ક્રીન ટ્રીટમેન્ટ, વિવિધ બ્યુટી પ્રોડકટ, હેર સ્ટાઈલોનું માર્ગદર્શન આપવામાં આવ્યું
શહેરમાં આવેલ પંચવટી હોટલ ખાતે આર.બી.એન્ટરપ્રાઈઝ દ્વારા બ્યુટી પ્રોડકટ અને ટીપ્સ વિશેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ઉદય ટકે અને હર્ષિદા ટકેની પ્રોડકટ અને બ્યુટી ટીપ્સ વિશેની જાણકારી આપવામાં આવી હતી. આ સેમીનાર રાજકોટના હજારો જેટલા નાના-મોટા પાર્લરમાં નવી ટેકનીકથી ટ્રીટમેન્ટ કરવામાં આવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા ફેશ્યલ ટ્રીટમેન્ટનો ડેમો દેખાડવામાં આવ્યો હતો. સાથે જ હેર કટીંગ અને હેર સ્પા નો પણ ડેમો દેખાડવામાં આવ્યો હતો. સાથે જ હેર સ્ટાઈલ ડેમો પણ દેખાડવામાં આવ્યો હતો. સાથે જ બ્યુટી પ્રોડકટ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યાં રાજકોટનાં અનેક પાર્લર અને સલુનની બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી ને આ કાર્યક્રમ વિશેષ રૂપે નિહાળ્યો હતો અને રાજકોટની પાર્લર તથા સલુનની બ્યુટીશનોએ આ ટેકનીક અપનાવી પોતાના ગ્રાહકમાં વધારો થાય તેવી માહિતી આપી હતી.
ભુમિકા રૂધવાણીએ પોતે પરસાણાનગર ખાતે પોતાની સલુન ચલાવે છે જે આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યાં હતા. પોતે આ સેમીનારથી ઘણું બધું જાણવા મળ્યું છે. સાથે જ આ સેમીનારની ટેકનીક પોતે અપનાવશે તો તેમના ગ્રાહકમાં જરૂર વધારો થશે તેવું તેમનું માનવું છે જે અંગે તેમણે ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું.
હર્ષિદા ટકે અને ઉદય ટકેએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર થી સૌરાષ્ટ્રનું પાર્ટનગર રાજકોટમાં ખાસ બ્યુટીશન અને હેર ડ્રેસરને ભેગા કરીને જે ટેકનીક આપવી છે તેના વિશે વધુ જાણકારી આપવાનો તેમનો હેતુ છે. જેમાં સ્કીન પર મેકઅપની ટીપ્સ, હેર સ્ટાઈલની ટીપ્સ આપી ઈન્ડિયાની આ બધી કવોલીટીમાં સુધાર આવેલ છે તે અંગે માહિતી આપવામાં આવશે અને આ બધી ટીપ્સ તે મલેશીયા, હોંગકોંગ, લંડન ત્યાંથી શીખીને આપ્યા છે અને તે બધી ટેકનીક તે અહીં ઈન્ડિયામાં આપવા માંગે છે. સાથે જ સ્કીન હોય કે વાત તેની શું કાળજી ટ્રીટમેન્ટ પહેલા રાખવી તે જણાવશે તે પોતે આમાં ૩૦ વર્ષથી બ્યુટીશન અને હેર ડ્રેસર તરીકે ફરજ બજાવે છે સાથે જ કામ સાથે સારા એવા પ્રોડકટ પણ જરૂરી છે તે પ્રોડકટ ગમે તે ટ્રીટમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
રાજકોટના પારસ શેઠે પોતે આર.બી. એન્ટરપ્રાઈઝ નામનો વ્યવસાય ચલાવે છે. કોસ્મેટીક પ્રોડકટ વિશે તેમાં તે પોતે મુંબઈની ખ્યાતનામ પ્રોડકટ છે સ્કીના મોર જે બનાવનાર છે ઉદય ટકે અને હર્ષિદા ટકે આ પ્રોડકટ અને બ્યુટીશન અને હેર ડ્રેસર તરીકે તે બને ૩૦ વર્ષથી આમાં પારંગત છે. તેમની આ બધી પ્રોડકટ ખૂબજ સારી છે. ખૂબજ પ્રખ્યાત છે અને તેના માટે તેઓએ ખાસ રાજકોટ ખાતે એક સેમીનારનું આયોજન કરેલ છે. તેમાં રાજકોટના તમામ બ્યુટી પાર્લર સંચાલિકા બહેનો છે તેના માટે ખાસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
રાજકોટમાં પાર્લરનો વ્યવસાય ખૂબજ ફુલેલો ફાલેલો છે અને રાજકોટમાં હજારોની સંખ્યામાં નાના-મોટા પાર્લર ચાલે છે પણ છતા હજુ ઘણા પાર્લર જ છે લેપ્સ ટેકનીકથી કામ કરે છે પણ ઘણા હજુ તે વસ્તુથી અજાણ છે. તેઓને માટે આ સેમીનાર રાખ્યો છે. દેશ-વિદેશ સહિતની ટેકનીકનો ઉપયોગ અત્યારના સમયમાં થતો હોય છે.
રાજકોટની જનતા પણ કંઈક નવી ટેકનીકનો ઉપયોગ કરે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં અલગ અલગ સ્કીન ટ્રીટમેન્ટ અને હેર ટ્રીટમેન્ટ, હેર કટીંગ શીખડાવાના છે અને આ સેમીનારથી રાજકોટની જનતા નવી ટેકનીક શીખશે અને ઉપયોગ પણ કરશે.