માનવનાં વફાદાર પ્રાણીને સુંદર, સ્વચ્છ બનાવવા તથા તેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરાવવા શ્ર્વાન માલિકોમાં જાગૃતિ આવી છે
મહિલાઓ માટેનાં બ્યુટીપાર્લર આપણે જોયા કે વાત સાંભળી હોય પણ ડોગ માટેના બ્યુટી પાર્લર હોય શકે? આનો જવાબ ‘હા’છે. છેલ્લા દશકામાં ૪૦ થી વધુ બ્રીડના અલગ અલગ વિવિધ પ્રજાતીનાં ડોગ રાજકોટમાં શ્ર્વાસ માલિકો પાસે છે ત્યારે તેની માવજત, ટ્રેઇનીંગ, ટ્રીટમેન્ટ, ઓપરેશન કે એકસ-રે સોનોગ્રાફી જેવી અદ્યતન મેડીકલ ફેસીલીટી સાથે શ્ર્વાન માટે લેઇટેસ્ટ બ્યુટીપાર્લરો પણ ઉબલબ્ધ છે. શ્ર્વાન માલિકો તેમાં જઇને હેરકટ, વિવિધ સ્ટાઇલ સાથે કેપ, ગોગલ્સને ર્બા ટાઇ પહેરાવી બહાર ફરવા લઇ જતાં શહેરનાં ગાર્ડનોમાં જોવા મળી રહ્યા છે.
રાજકોટમાં ઓમ વેટરનરી હોસ્પિટલ દ્વારા છેલ્લા સાત વર્ષથી ડોગ બ્યુટીપાર્લર તેમજ સર્જીકલ હોસ્પિટલ શરૂ કરેલ છે. હવે શ્ર્વાનને ટ્રીટમેન્ટ માટે નડીયાદ, બોમ્બે લઇ જવાની જરૂર નથી. અહિં તમામ ફેસીલીટી ઉપલબ્ધ છે.
ડો. રાજેશ દલસાણીયા, ડો. જેનીશ ઉકાણી, ડો. મનન માંકડ તથા ડો. જયેશ કાસુન્દ્રાની વેટરનરી ડોકટર ટીમે સુંદર સવલતો શ્ર્વાન માટે શરૂ કરી છે. તેમના બે યુનીટોમાં ગાંધીધામ, કચ્છ તથા વડોદરા ખાતે પણ સુવિધા ઉપલબ્ધ છે. અહિંથી કોમ્પયુટર માઘ્યમથી લાઇવ ટ્રીટમેન્ટ ગાઇડન્સ ને સારવાર અપાય રહી છે. જે શ્ર્વાન માલિકો માટે આનંદના સમાચાર છે. શ્ર્વાનને વિવિધ તાલિમ આપીને ટ્રેઇન્ડ કરવામાં આવે છે. જેમાં બોલ લાવવો, છાપુ લાવવું, જેવી વિવિધ આજ્ઞાકિંત સુચનો માલિકો કરે તેમ તેનું ડોગ કરે છે.
રંગીલા રાજકોટમાં શ્ર્વાન માલિકોના લાડકા, વ્હાલા શ્ર્વાન માટે વિવિધ તપાસ કરતી લેબોરેટરી, અલ્ટ્રા સોનોગ્રાફી, કોમ્પ્યુટર રેડિયોગ્રાફી, ડેન્ટલ સ્કેલીંગ, ઇસીજી, મલ્ટી પેરામીટર જેવી અદ્યતન વિવિધ મેડીકલ મશીનરી ઉપલબ્ધ છે. ડોગ માટે રાજકોટથી દૂર રીસોર્ટ પણ બનાવાયો છે. શ્ર્વાન માલિકોને બહાર ગામ જવું હોય ત્યારે તેના શ્ર્વાન માટે હોસ્ટેલ પણ રાજકોટમાં ઉપલબ્ધ છે.
ર્ડાગ બ્યુટીફીકેશન અને હેર ગ્રુમિંગ જેવી વિવિધ સુવિધા રાજકોટમાં ઉપલબ્ધ છે. આ બાબતે શ્ર્વાન માલિકોનો શોખ પણ વધતો જતો હોવાથી તેના બ્યુટીફીકેશન માટે માલિકો જાગૃત થયા છે. વિવિધ વિસ્તાર, વાતાવરણને અનુલક્ષીને તેને આરામ, સવલત મળી રહે તે માટે વાળ કાપવાની, ઓળાવવાની વિવિધ સ્ટાઇલનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ડોગને નવડાવવા માટે વિવિધ સાબુ, શેમ્પુ પણ ઉપયોગ કરી રહ્યા છે. તેના વાળ સિલ્કી રહે તે માટે ‘શિરમ’ તથા સુગંધ માટે વિવિધ જાતના પરફયુમ પણ ઉપલબ્ધ હોય છે.
વાળ અને ચામડીના મેનેજમેન્ટ સાથે સાથે નખની પણ ટ્રીટમેન્ટ શ્ર્વાન માલિકો કરાવે છે. કાનની સફાઇ માટે પણ એટલું જ જરૂરી હોવાથી તે બાબતે જાગૃતિ આવતા માલિકો ‘કેર’કરી રહ્યા છે. આજે તો હેર માટે પ્રોફેશનલ ગ્રુમર અને ગ્રુમિંગ સેન્ટર પણ કાર્યરત છે.
નાની ટોય ટોચ બ્રીડ સાથે મોટી બ્રીડની કેર કરતાં શ્ર્વાન માલિકો તેનાં લાલન-પાલન સાથે નિયમિત વેકસીનેશન, સ્કીનકેર, કાન, નાક, આંખ, નખ જેવી વિવિધ બાબતોની કેર આવા બ્યુટી પાર્લરમાં જઇને કરાવે છે. શ્ર્વાનને ઘણાં કિસ્સામાં ગાંઠનાં ઓપરેશન પણ કરવા પડે છે તો બ્લડ પણ ચડાવવું પડે છે. ખુબ જ નબળાઇ હોય ત્યારે બાટલા પણ ચડાવવા પડે છે. ટુંકમાં માણસને જેમ ટ્રીટમેન્ટ કરાય છે. તે તમામ ટ્રીટમેન્ટ શ્ર્વાનને પણ અપાય છે.
શ્વાનન માટે રેસ્ટોરાંમાં બર્થ ડે ઉજવણી સાથે ‘યોગા’સેન્ટરો ખુલ્યા!!
વટથી જીવનારા કહે છે જીતે હૈ શાન સે અને ’પેટ’થી જીવનારા કહે છે જીતે હૈ શ્વાન સે. પેટ એટલે પેટ-ડોગ, પાળેલા કૂતરા. કહેવાય છે કે ધર્મરાજા યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા ત્યારે તેમનો પાળેલો કૂતરો પણ ભેગો ગયો હતો. પણ આજે તો પાળેલા કૂતરાને ધરતી ઉપર સ્વર્ગનું સુખ આપવા માટે જાત જાતના નુસ્ખા અજમાવાય છે. કૂતરાને ભાવતું ભોજન કરાવવા માર્કેટમાં જાતજાતના ડોગ-ફૂડ મળે છે. કૂતરાને ટાપટીપ કરી તૈયાર કરવા માટે પેટ બ્યુટી પાર્લર ખુલવા માંડયા છે. શ્વાનના સ્વાસ્થ્ય માટે મોંઘી મોંઘી દવાઓ અપાય છે. હવે તો સાંભળ્યું છે કે મહાનગરમાં શ્વાનને માટે ખાસ રેસ્ટોરાં ખુલવાની શરૂઆત થઈ છે. આ રેસ્ટોરાંમાં ડોગી પોતાના માલિક સાથે જઈ તેને માટેની ખાસ ખુરશી અને ટેબલ પર બેસી ટેસથી ભાવતા ભોજન લે છે. આ ડોગ-રેસ્ટોરાંમાં દૂર દૂરથી લોકો પોતાના પાળેલા કૂતરાને લઈને એનો બર્થ-ડે ઉજવવા પણ આવે છે. યોગનો વાયરો પૂરજોશમાં ફૂંકાવા લાગ્યા પછી શ્વાનને પણ યોગની તાલીમ આપવાના કેન્દ્રો શરૂ થવાનું સાંભળ્યું છે. આને યોગા નહીં પણ ડોગા નામ આપવામાં આવ્યું છે. આમ ધરતી પર જ સ્વર્ગનો આનંદ માણતા ’સ્વર્ગવાસી’ શ્વાનો ટેસથી હસતા રહે અને શેરીના કૂતરા ભસતા રહે.
પ૦થી વધુ પ્રજાતિના શ્ર્વાન રાજકોટમાં છે: ડો. રાજેશ દલસાણીયા
રાજકોટમાં ટોપ બ્રીડથી લઇને મોટા કદાવર ડોગ સાથે વિવિધ પ૦ થી વધુ પ્રજાતિના ડોગ છે. શ્ર્વાન માલિકોમાં તેની લાલન-પાલનની વિશેષ કાળજી જોવા મળી રહી છે.
શ્ર્વાનમાં નાના મોટા ઓપરેશનો રાજકોટમાં થાય છે: ડો. જેનીસ ઉકાણી
શ્ર્વાનને થતાં વિવિધ રોગોમાં ટ્રીટમેન્ટ સાથે ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે શ્ર્વાન માલિકોએ નડીયાદ, બોમ્બે જવાની જરૂર નથી. અહિ બ્લડ પણ ચડાવાય છે.