આજના વ્યસ્ત જીવનમાં ત્વચાને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ફાસ્ટફૂડ વધારે પ્રમાણમા ખાવાની આદતોને કારણે ત્વચા પર પિમ્પલ્સ જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. સુંદર ચહેરો દરેક મહિલાની સુંદરતાની નિશાની હોય છે અને જ્યારે તમારા ચહેરા પર પિમ્પલ્સ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યારે તેને દૂર કરવા માટે તમે બજારમાં મળતા કેમિકલ પ્રોડક્ટ, ફેસ વોશ જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોવ છો. જે થોડા સમય માટે તમારા ચહેરાને સુંદર તો બનાવે છે. પણ સમય જતાં તે તમારી ત્વચાને નુકશાન પહોચાડો છે. સાથોસાથ જો તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરો છો. તો તે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થવાને બદલે તેની ખરાબ અસર ચહેરા પર દેખાય આવે છે. બજારમાં ઉપલબ્ધ ફેસ વોશ ઘણા પ્રકારના કેમિકલ્સથી બનાવેલા હોય છે. તેથી જો તમે તમારા ચહેરાને કુદરતી વસ્તુઓથી સુંદર બનાવવા માંગતા હોવ તો આ ઘરગથું ઉપાય અપનાવો.
ચહેરા પરના ડાર્ક સર્કલ માટે ફેસ વોશ
ચણાનો લોટ અને દહીંનું પેસ્ટ બનાવી. ચહેરા પર લગાવવાથી આ ફેસવોશ ડાર્ક સર્કલને ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
- બનાવવાની રીત
આ ફેસવોશને બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ અને એક ચપટી દહીં લો. પેસ્ટ તૈયાર કરવા માટે જરૂર મુજબ દહીં ઉમેરો. આ ફેસવોશને ચહેરા પર 2 મિનિટ સુધી મસાજ કરો અને પછી તેને સાદા પાણીથી ધોઈ લો.
શુષ્ક ત્વચા માટે ફેસ વોશ
મધ અને એલોવેરાનું પેસ્ટ ફેસવોશ શુષ્ક ત્વચાવાળા લોકો માટે અસરકારક સાબિત થઈ શકે છે.
- બનાવવાની રીત
આ પેસ્ટને બનાવવા માટે 2 ચમચી એલોવેરા જેલને 1 ચમચી મધ સાથે મિક્સ કરો. હવે આ મિશ્રણથી 2 મિનિટ સુધી મસાજ કરો અને પછી સાદા પાણીથી ચહેરાને ધોઈ લો.
ચમકદાર ત્વચા માટે ફેસ વોશ
દહીં અને કાકડીનું ફેસવોશ તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં ખૂબ ઉપયોગી બને છે.
- બનાવવાની રીત
આ ફેસવોશ બનાવવા માટે પહેલા અડધી કાકડી લઈ તેનો રસ કાઢો. ત્યારપછી તેમાં 2 ચમચી દહીં ઉમેરો . હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી મસાજ કરો અને પછી ઠંડા પાણીથી તમારા ચહેરાને ધોઈ લો.
રોઝી ગ્લો માટે ફેસ વોશ
રોઝી ગ્લો ફેસ વોશમાં સ્ટ્રોબેરી અને દહીંના મિશ્રણને તમારા ચહેરા પર લગાવવાથી તમે તમારા ચહેરા પર રોઝી ગ્લો લાવી શકો છો.
- બનાવવાની રીત
આ ફેસવોશ બનાવવા માટે 3 લો. આ સ્ટ્રોબેરીને પીસીને દહીંમાં મિક્સ કરો. ત્યારપછી આ પેસ્ટને ચહેરા લગાવી થોડીવાર મસાજ કરો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરાને સાફ કરો.
દરરોજના ઉપયોગ માટે ફેસ વોશ
મુલતાની માટીમાંથી બનાવેલ ફેસવોશનો ઉપયોગ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
- બનાવવાની રીત
આ ફેસવોશ બનાવવા માટે 2 ચમચી મુલતાની માટીમાં જરૂરિયાત મુજબ કાચું દૂધ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી 2 મિનિટ સુધી મસાજ કરો અને પછી ચહેરાને ધોઈ લો. આ બધી માહિતીઓ અમે વિવિધ વેબસાઈટસમાથી મેળવીને તમને જણાવી છે.