Homemade Vitamin C Face Pack : આજના જીવનમાં વધતી ઉંમરની સાથોસાથ ચહેરા પર પિમ્પલ્સ, કરચલીઓ, ડાર્ક સર્કલ, જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારે હોય તો તે ત્વચાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ માટે તમે ઘરે જ વિટામિન-Cથી ભરપૂર કુદરતી ફેસ પેક બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. વિટામિન C ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે છે. તેમજ ત્વચાને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં તે ત્વચાને સ્વસ્થ અને જુવાન બનાવવાનું પણ કામ કરે છે. વિટામિન Cમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો રહેલાં છે. જે ત્વચાને મુક્ત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે ઘરે ઉપલબ્ધ વસ્તુઓની મદદથી ઘરે જ ફેસ પેક કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો.
ઘરે જ કેવી રીતે બનાવશો વિટામિન C ફેસ પેક
નારંગી ફેસ પેક
સામગ્રી
- 2 ચમચી નારંગીનો રસ
- 1 ચમચી ચણાનો લોટ અથવા ઓટ્સ પાવડર
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી મધ
- 1 ચમચી એલોવેરા જેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ સંતરામાંથી તાજો રસ કાઢો. હવે એક બાઉલમાં નારંગીનો રસ, ચણાનો લોટ, હળદર પાવડર, મધ અને એલોવેરા જેલ મિક્સ કરો. ત્યારબાદ તેને મિક્સ કરી તેનું પેસ્ટ બનાવો. હવે વિટામિન Cથી ભરપૂર ફેસ પેક તૈયાર છે.
ચહેરા પર લગાવવાની રીત
આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. આંખો અને હોઠની આસપાસ ન લગાવો. ફેસ પેકને 15-20 મિનિટ સુકાવા દો. ત્યારબાદ ફેસપેક સુકાઈ જાય પછી તેને ગરમ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. વિટામિન C ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. તેમજ ચહેરા પરના ડાઘને હળવા કરવામાં મદદ કરે છે.
આમળા ફેસ પેક
સામગ્રી :
- 1 ચમચી આમળા પાવડર
- 2 ચમચી દહીં
- 1 ચમચી મધ
- 1/2 ચમચી ગુલાબજળ
બનાવવાની રીત
એક બાઉલમાં આમળાનો પાઉડર, દહીં, મધ અને ગુલાબજળ લો. ત્યારબાદ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ આમળા ફેસપેક તૈયાર છે.
ચહેરા પર લગાવવાની રીત
આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. ત્યારપછી તેને 15-20 મિનિટ સુકાવા દો. પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. આમળામાં રહેલા વિટામિન C ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે. તેમજ ચહેરા પરના ડાઘને હળવા કરવામાં મદદ કરે છે.. મધ અને દહીં ત્વચાને ભેજ આપે છે. તમે અઠવાડિયામાં એકવાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.