શહેરના જાણીતા ડર્મેટો – કોસ્મેટો – લોજીસ્ટ ડો. પ્રિયંકા સુતરીયા સ્કીન સ્પેશ્યાલીસ્ટ છે અને રાજકોટમાં છેલ્લા ૯ વર્ષથી સ્કીન એક્સપર્ટ ક્લીનીક ચલાવી રહ્યા છે. ડો. પ્રિયંકા સુતરીયા એન્ટ્રપ્રીન્યોર એક્સેલન્સ એવોર્ડ સૌરાષ્ટ્ર કચ્છ ૨૦૧૮ પણ જીતી ચૂક્યાં છે. તેમજ વિવિધ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ જેવી કે લેઝર ટ્રીટમેન્ટ, હેર ટ્રાન્સ પ્લાન્ટ, મેકઓવર, બ્રેસ્ટ એનહાન્સમેન્ટ જેવી કમ્પ્લીટ બ્યુટી ટ્રીટમેન્ટની સેવા આપી રહ્યા છે.
ડો. પ્રિયંકા સુતરીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજના યુગમાં કોઇપણ બ્યુટી ટ્રીટમેન્ટ પહેલા જે ટ્રીટમેન્ટ હીરો-હીરોઇન કે સેલીબ્રીટી કરતા હતા હવે બધાને માટે અવેલબ છે. કપડાની જેમ એવું નથી કે બોટોકસ, ફીલર, ડીમ્પલ ક્રીએશન હેર ટ્રાન્સ પ્લાન હવે કવોલીટીફાઇડ ડોકટરો પાસે કરાવી શકાય છે. ઉપરથી શરુઆત કરીએ તો હેર ટ્રાન્સપ્લાન્ટ એ બહુ સારી ટ્રીટમેન્ટ છે જેમાં ટાલ પડી ગઇ હોય જેના માટે જેમના પોતાના વાળ પાછળથી લઇને ૧૫૦૦ થી ૩૦૦૦ જેટલા વાળ ઉગાડી શકાય છે.
બીજી ટ્રીટમેન્ટ ફેસલીફટ છે જેમાં દોરાથી થતી ટ્રીટમેન્ટ થ્રેડ ફેઇસલીફટ કહે છે તે ઓપીડી પ્રોસેસ છે ૧પ મીનીટમાં તેમને ૧૦ થી ર૦ વર્ષ યુવાનનો લુક આપી શકાય છે. જેમાં ચહેરાની નીચેની દોરા નાખીને લમણા સુધી ખેંચવામાં આવે છે જેની ચહેરાની ચામડી ખેંચાઇ છે લગ્નપ્રસંગે સમયના હોય જયારે આ ઝડપી ટ્રીટમેન્ટ કરાવીને દેખાવને બદલાવી શકાય છે.
ત્રીજી ટ્રીટમેન્ટ બે્રસ્ટ લીફટ બ્રેસ્ટ રીડકશન, નાના મોટા સ્તનોની ઓપરેટીવી ટ્રીટમેન્ટ કરાવી શકાય. ચોથી ટ્રીટમેન્ટ ટમીટસ્ટ કે બોમેનો પ્લાસ્ટી છે કે જેમાં પ્રેગનન્સી બાદ ચામડી લુઝ થઇ જાય છે તેને ટાઇટ કરવા કમરનો શેપ આપવામાં આવે છે તેમ જણાવી ડો. સુતરીયાએ ઉમેયુૃ હતું. કે પાંચમી ટ્રીટમેન્ટ હોય છે લીથો સકશન કે જેમાં અણગમતી વધારાની ચરબી હોય તેને નાનકડા ઓપરેશનથી કાઢી નાખવામાં આવે છે.