ટ્રાફિક વ્યવસ્થા કરાવતા પોલીસમેનની ફરજમાં ‚કાવટ કરી ધોકાથી હુમલો કરતા નાસભાગ મચી ગઈ: લાખો શ્રદ્ધાળુઓએ પોલીસની સરાહનીય કામગીરીથી મેળો માણી રવેડી નિહાળી
જુનાગઢમાં સુપ્રસિઘ્ધ ભવનાથના મેળાને સરકાર દ્વારા મીની કુંભ મેળા તરીકે જાહેર કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાયેલા ધાર્મિક પરંપરાગત રીતે યોજાયેલા ભવનાથ મેળાના આયોજન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી ઉંડીને આંખે વળગે તેવી હોવાથી લાખો શ્રદ્ધાળુઓએ ભવનાથનો મેળો માણી રવેડી નિહાળી શકયા હતા. તેવામાં પાંચ લુખ્ખાઓએ ટ્રાફિક નિયમન કરાવતા પોલીસમેન પર હુમલો કર્યાની ઘટના પોલીસમાં નોંધાઈ છે.
લાખો શ્રદ્ધાળુઓ મેળો માણી શકે અને મેળાના આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જુનાગઢ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સુંદર કામગીરી દરમિયાન બાઈક પર ઘસી આવેલા લુખ્ખાઓએ પોલીસમેન પર કરેલા હુમલાની ઘટનાને શ્રદ્ધાળુઓએ વખોડી હતી અને હુમલો કરી ભાગી છુટેલા પાંચેય લુખ્ખાઓને પોલીસે શોધખોળ હાથધરી છે.
જુનાગઢ ખાતે શિવરાત્રી નિમિતે યોજાયેલા ભવનાથ મેળાના બંદોબસ્તમાં રહેલા પોલીસમેન પર પાંચ શખ્સોએ ધોકાથી હુમલો કરી ફરજમાં ‚કાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઈ છે. સરાજાહેર પોલીસમેન પર હુમલો થતા ભવનાથ મેળામાં નાસભાગ મચી ગઈ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢના પોલીસ કોન્સ.સંજયભાઈ દેવાભાઈ ગોહેલ ભવનાથ મેળાના બંદોબસ્તની ફરજ પર હતા ત્યારે લાલો દાના રબારી નવઘર કરમટા અને હીરા મોરી તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો બાઈક પર મેળામાં જઈ રહ્યા હોવાથી તેઓને બાઈક સાઈડમાં પાર્ક કરવાનું કહેતા બોલાચાલી થતા પાંચેય શખ્સોએ પોલીસમેન પર હુમલો કરી ભાગી જતા પોલીસે પાંચેય શખ્સોની શોધખોળ હાથધરી છે.