કર્મચારીઓના સંગઠનથી સ્વૈચ્છિક કાર્ય થકી સ્વચ્છતા અને તંદુરસ્તી જાળવવાનો પ્રયાસ
નયારા એનર્જી દ્વારા ‘કેપ્ટન સ્વચ્છ’ યોજના અંતર્ગત સ્વચ્છતાની પહેલ કરવામાં આવી છે. કર્મચારીઓના સંગઠનથી આ સ્વૈચ્છિક કાર્ય દ્વારા સ્વચ્છતા અને તંદુરસ્તી જાળવવા સંદર્ભે સફાઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
નયારા એનર્જી, વાડીનાર ખાતે ભારતની બીજા નંબરની સૌથી મોટી સીંગલ સાઈટ અદ્યતન રિફાઈનરીનું સંચાલન કરે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કંપનીના કોર્પોરેટ માળખાના ભાગ તરીકે જવાબદાર પસંદગીના પડોશી તરીકે સમાવેશી વિકાસ માટે અથાકપણે કંપનીએ સીએસઆર પ્રવૃતિઓનો વારસો જાળવી રાખ્યો છે. આજીવિકા અને આરોગ્યની સુવિધાઓ પુરી પાડવાના અન્ય પ્રયાસોની સાથે સાથે વિવિધ સ્તરે માળખાગત સુવિધાઓના વિકાસ, શિક્ષણ અને જાગૃતિ ઉપરાંત સેનિટેશન અને વેસ્ટ મેનેજમેન્ટ જેવી બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સ્થાનિક સત્તાતંત્ર સાથે મળીને કંપની દ્વારા પીવાનું પાણી પુરુ પાડવાની, સલામત વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતાની વધુ સારી પ્રણાલીઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. સેનીટેશન અને વેસ્ટ મેનેજમેન્ટ અંગે જાગૃતિ પેદા કરવા શિક્ષણ મહત્વનો મુદો હોવાથી અમે ભીંત ચિત્રો અને સ્વચ્છતા પ્રણાલીઓ વડે સંદેશ આપવાના પ્રયાસ કરવા ઉપરાંત સફાઈ અંગે શેરી નાટકો વડે પણ જાગૃતિ ઝુંબેશ ચલાવી છે.
કચરાના નિકાલની સારી પઘ્ધતિઓ, આરોગ્ય સુવિધા અને અન્ય જાહેર સગવડોના કારણે ઘર અને સમાજમાં કોવિડ-૧૯ જેવો ચેપી રોગ પ્રસરતો અટકે છે. કચરાની યોગ્ય નિકાલ માટે પ્રોસેસિંગ સુવિધાનો અભાવ વર્તાય છે. નયારા એનર્જી ખાતે કચરાને એક સાધન (સ્ત્રોત) માનવામાં આવે છે. આથી ગામડાની નિયમિત સફાઈ કરવા ઉપરાંત ૨૦,૦૦૦થી વધુ ઘરોમાંથી એકત્ર કરાયેલા કચરાને જુદો પાડીને એક અન્ય કંપનીની સહાયથી આ કચરાનું જવાબદારીપૂર્વક રિસાયકલીંગ કરવામાં આવે છે. આ કારણે ઘરો અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ બન્યું છે તથા પ્રમાણમાં રોગમુકત અને સામાજીક જાગૃતિ ધરાવતા સમુદાયનું નિર્માણ થયું છે. માહિતી, શિક્ષણ અને સંદેશા-વ્યવહાર (આઈઇસી)ના પ્રયાસો ઉપરાંત કર્મચારીઓના સ્વૈચ્છિક પ્રયાસ, કેપ્ટન સ્વચ્છ મારફતે સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવે છે અને સક્રિય પરિવર્તન કાર્યકર તરીકે કર્મચારીઓના સક્રિય સહયોગ વડે તેમને સેનીટેશન અને હાઈજીન પ્રણાલીના એમ્બેસેડર બનાવ્યા છે. કેપ્ટન સ્વચ્છ પહેલ મારફતે કંપનીના કર્મચારીઓ ૩૦૦૦થી વધુ ઘરોમાં સ્વચ્છતા ઝુંબેશનું નેતૃત્વ કરી, ઓડીયો સ્ટોરીઝ જેવા વિવિધ માધ્યમો મારફતે ઉતમ પ્રણાલીઓ દર્શાવી તે અંગે સમુદાયોને જાણકારી આપે છે.
દુનિયા જયારે વિશ્ર્વની અત્યંત ઘાતક મહામારી ફાટી નીકળવા સામે લડત આપી રહી છે ત્યારે કાર્યક્ષમ વેસ્ટ મેનેજમેન્ટ અંગે લાંબાને ટુંકાગાળાના પગલા ભરવાની જરૂર છે. સાચી સફળતા, સહયોગી અભિગમમાં છે કે જેમાં સરકાર, કંપનીઓ અને સામાજીક સંસ્થાઓ મળીને સમુદાયોને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે સફાઈ અંગે સંયુકત પ્રયાસો નયારા એનર્જી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.