-અત્યારના સમયમાં લોકો નાની ઉંમરના સફેદવાળની સમસ્યાઓથી પીડાય છે. સફેદવાળએ યુવા વર્ગની પણ મુખ્ય સમસ્યા છે. પ્રદૂષણના કારણે પણ વધુ આવુ બનતુ હોય છે. સફેદવાળને છુપાવવા માટે લોકો અલગ-અલગ પ્રકારના હેર કલરના તથા જુદા-જુદા પ્રોડક્ટો વાપરતાં હોય છે. જેના કારણે વાળ વધુ ખરાબ થઇ જતા હોય છે.
– બધા લોકોના વાળમાં મેલનીન નામનો પિગ્મેટ જોવા મળે છે. જે ઉંમરની સાથે-સાથે ઓછો થતો જાય છે. ઘણી વખત તો એવું પણ બનતુ હોય છે કે મેલનીન નાની ઉંમરમાં જ બનવાનું બંધ થઇ જતુ હોય છે. જેના કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવાનું ચાલુ થઇ જ જાય છે.
– પરંતુ જો શરુઆતના સમયમાં જ ધ્યાન રાખવામાં આવે તો સફેદવાળ થતા અટકાવી શકાય છે. એવી ઘણી બધી આર્યુવેદિક વસ્તુઓને કારણે વાળને સફેદ થતા રોકી શકાય છે. આપણા આર્યુવેદમાં આંબળાનું ખૂબ મહત્વ છે. વાળની સમસ્યાઓ માટેએ એક મહત્વનું અંગ છે. તેમજ આદુ, મેંદી, મેથી, દહિં અને એલોવેરા પણ વાળની સમસ્યાઓને અટકાવે છે.