ભારતીય પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જયારે મથુરાથી ગોકુળ અને ત્યાંથી વૃંદાવન આવે ત્યારે શ્રી કૃષ્ણ રાધાને હિંડોળે ઝુલાવતા હતા ત્યારથી આ પ્રાચીન પરંપરા આજદિન સુધી ‘હિંડોળા ઉત્સવ’ તરીકે ઉજવાય છે. વૈશાખ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી આ ઉત્સવ મનાવવામાં આવે છે. સ્વામીનારાયણ પરંપરામાં હિંડોળા ઉત્સવનું ખૂબ જ મહત્વ છે. હિડોળા ઉત્સવનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્યારે શહેરના ભૂપેન્દ્રરોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે તેમજ હવેલી ખાતે કલાત્મક હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદીરના રાધા રમણ સ્વામીએ અબતક મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતીમાં ભગવાન શ્રી કૃષ્ણ જયારે મથુરાથી ગોકુળ અને ત્યાંથી શ્રી કૃષ્ણ રાધાને હીડોળે જુલાવે છે ત્યારથીઆ પરપરા ચાલતી આવી રહી છે. સ્વામી નારાયણ સંપ્રદાયમાં સ્વામીનારાયણ ભગવાન જયારે વડતાલમા પઘારે છે ત્યારે અસંખ્ય ભકતો દ્વારા પોતાના ભાવને પૂર્ણ કરવા માટે વડતાલમા આવેલ ૧૨ દરવાજાનો હીંડોળો છે ત્યાં સ્વામીનારાયણ ભગવાન બાળ સ્વરૂપે બીરાજી ભકતોને દર્શન આપે છે. આ રીતે જ વૈષ્ણવી પરંપરા અને સ્વામીનારાયણ પરંપરામા હીડોળાનુ ખૂબ મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.