બીટકોઈને ૨૦ ટકાના ઉછાળા સાથે ૫૦૦૦ ડોલરને પાર કર્યું !
ડિજીટલ કરન્સીના નામે ઓળખાતા બીટકોઈન એટલે કે, ઈલેકટ્રોનીક વિતરણ જે પીયર ટુ પીયર નેટવર્ક છે. જેને કોઈ સંસ્થા કે વ્યક્તિ નિયંત્રીત કરે છે. સામાન્ય કરન્સીની જેમ ક્રિપ્ટો કરન્સીને છાપી શકાતી નથી માત્ર સોફટવેરમાં તેને મુળી તરીકે રાખી શકાય છે. ભારતમાં પણ ક્રિપ્ટો કરન્સી માટે બેંગ્લોરમાં ગેરકાયદેસર રીતે એક એટીએમ બનાવવામાં આવ્યું હતું. જો કે તેની જાણ થતાંની સાથે જ ૨૪ કલાકમાં તે એટીએમ બંધ કરી દેવામાં આવ્યું.
નિષ્ણાંતોનું કહેવું છે કે, બીટકોઈન ૫ મહિનામાં સૌથી ટોચના સ્તર ઉપર પહોંચી ગયું છે જેણે ક્રિપ્ટો કરન્સીને પોતાના કબજે કરી છે. મુળ ક્રિપ્ટો કરન્સીએ એશીયાઈ ટ્રેડીંગ માર્કેટમાં ૨૦ ટકાના વધારા સાથે પાંચ હજાર ડોલરને પાર કર્યું છે. દિવસના બીટ કોઈન ૪૮૦૦ ડોલરે રહ્યું હતુ પરંતુ ત્યારબાદ તેમાં સતત વધારો નોંધાયો હતો. ક્રિપ્ટો કરન્સી ફોર્મ બીટીબી ગ્રુપના મુખ્ય અધિકારી ઓલીવર વોર્ને જણાવ્યું હતું કે, યુએસ આધારીત એક્ષચેન્જ કાબર્સે અને ક્રેટેન ૧૦૦ મીલીયન ડોલરના ઓર્ડરથી શ‚ થયા હતા એટલે કે ૨૦ હજાર બીટીસી નોંધાયા હતા. ક્રિપ્ટો કરન્સીમાં આજ સુધીમાં સૌથી મોટો વધારો નોંધાતા બીટકોઈન ધારકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.