કુલભૂષણ જાધવને અપાયેલી સજા સામે પાકિસ્તાનના નાગરિકોમાં જાગૃતિ જગાવવા પ્રયાસ
મુસાફર સો અલ્લાહની સહાનુભૂતિ હોય છે, તેને મારવો ઈસ્લામમાં પાપ છે તે પ્રકારનું પ્રસારણ ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસારણ પાછળ કુલભૂષણ જાધવ અંગે પાકિસ્તાનમાં લોકોની લાગણી જગાવવાનો હેતુ જોડાયેલો હોવાનું જાણવા મળે છે.
કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે જેને પાકિસ્તાનની સૈન્ય અદાલતે મોતની સજા ફરમાવી છે. આ સજાનો ભારત દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે અને જો મોતની સજાની અમલવારી શે તો તેને ખુન ગણવાની ચેતવણી પણ ભારત દ્વારા પાકિસ્તાનને અપાઈ છે. દરમિયાન ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા પાકિસ્તાનમાં કુલભૂષણ તરફ લોકોની લાગણી જગાવવા માટે પ્રસારણ કરવામાં આવ્યું છે. જે પ્રસારણ પુસ્તુન, બલુચી, પંજાબી, સીંધી, ઉર્દુ અને સારૈકી સહિત ૬ ભાષામાં કરવામાં આવ્યું છે.
ઓલ ઈન્ડિયા રેડિયોએ પ્રસારણમાં કહ્યું છે કે, મુસાફર સો અલ્લાહની હમદર્દી હોય છે. મુસાફરી માટે અલ્લાહ તેને ગાઈડ કરે છે. મુસાફરને મારવો કે તેને મારવા અંગે વિચારવું પણ ઈસ્લામમાં પાપ છે. આ ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા પ્રસારણ કરવામાં આવતા અનેક પ્રત્યાઘાતો પડવાની શકયતાઓ જણાય રહી છે.