અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાય
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે મંદિનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબૂત થયો હતો. સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ગરકાવ થઇ ગયા હતા.
આજે સપ્તાહના અંતિમ દિવસે મુંબઇ શેરબજારમાં બન્ને આગેવાન ઇન્ડેકસો રેડ ઝોનમાં ખૂલ્યા હતા. આજે સેન્સેકસે ઇન્ટ્રાડેમાં 61566.22 પોઇન્ટના નીચલા લેવલે પહોંચી ગયો હતો. જયારે નિફટીએ 18282.50 ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. જયારે નિફટીમાં સામાન્ય તેજી જોવા મળી હતી. જયારે નિફટી મીડ કેપ ઇન્ડ.ેકસમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે મંદીના માહોલમાં પીએનબી, એનએમડીસી, આઇજીએલ અને કોટક મહેન્દ્ર બેન્ક જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો જયારે મન્નાપુરમ ફાઇનાન્સ, નવીન ફલોરિન, નવીન ફલોરીન અને દાલમીયાના ભાવ તુટયા
આ લખાય રહ્યુ છે ત્યારે સેન્સેકસ 171 યોઇન્ટના ઘટાડા સાથે 61579 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યો છે. જયારે નિફટી 57 પોઇન્ટના ઘટડા સાથે 18287 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો બે પૈસાની મજબૂતાઇ સાથે 81.64 પર કામ કાજ કરી રહ્યો છે.