લોઈડસ લકઝરીસના ડાયરેકટર ઈસ્ટાયક અન્સારી કે જે ટુફીટ એન્ડ હિલ, ભારતમાં પ્રીમીયમ મેન્સ સલુન ચલાવે છે. ઈસ્ટાયક અન્સારીએ નોટીસ કર્યું છે કે, રમત-ગમતના પુરુષો એટલે કે ખેલાડીઓ સ્ટાઈલીશ દાઢી રાખે છે અને થોડા વર્ષો પછી તેઓ પાસીંગ ટ્રેન્ડ પર પાછા ફરે છે. આ સ્ટાઈલીશ દાઢીઓ લગભગ એક વર્ષના ગાળા માટે રહે છે. હાલમાં દાઢી રાખવી તે આધુનિક સમયની ફેશન બની ગઈ છે.
સામાન્ય રીતે બધા પુરુષો અલગ-અલગ રીતે સ્ટાઈલીશ દાઢીઓ રાખતા હોય છે પરંતુ આ પ્રકારનો ટ્રેન્ડ સૌથી વધુ સ્પોર્ટસ મેન્સમાં જોવા મળે છે. અલગ-અલગ સ્ટાઈલ્સ મુજબ દાઢી રાખવામાં તેઓ ગર્વ કરતા હોય છે દાઢી રાખવી આજકાલની ફેશન બની ચુકી છે.
પેપે જીન્સ લંડન, ઈન્ડિયાના મેનેજીંગ ડીરેકટર કવીન્દ્ર મિશ્રાએ કહ્યું કે, હાલ, યંગસ્ટર્સ સ્ટાઈલીશ દાઢીઓ રાખવાના ખુબ જ શોખીન થયા છે. અમે તેમના શોખ અને પસંદગી અનુસાર દાઢી બનાવી આપીએ છીએ. ફેશન એ દરેકની ખાનગી પસંદગી હેલ્પ છે અને અમે તે અનુસાર તેમને માન આપીએ છીએ. રમત-ગમતની સાથે બોલીવુડ જગતમાં પણ દાઢી રાખવાનો ટ્રેન્ડ જોવા મળે છે. સ્ટાર્સને જોઈને તેમના ચાહકો પણ તેમના જેવું કુતુહલ કરવા ઈચ્છે છે. રણબીર કપુર, સલમાન ખાન, શાહ‚ખ ખાન, સાહિદ કપુર, રણવિરસિંહ વગેરે જેવા બોલીવુડ સ્ટારોની જેમ તેમના ચાહકો પણ તેમના જેવી સ્ટાઈલો કરવા પ્રેરાય છે.
બોલીવુડ જગતમાં સાહિદ કપુર અને રણવિરસિંહની વાત કરીએ તો આ બંને સ્ટાર તેની સ્ટાઈલીશ દાઢી સાથે હંમેશા અનોખા અંદાજમાં જોવા મળે છે. જયારે સલમાન ખાન મોટાભાગે દાઢીમાં જોવા મળતો નથી. રમત-ગમત ક્ષેત્રની વાત કરીએ તો તેમાં પણ ક્રિકેટમાં દાઢીનો અલગ અને અનોખો ટ્રેન્ડ જોવા મળે છે. તેમાં પણ વિરાટ કોહલી સાર્પલી દાઢીની સાથે અનોખો અંદાજ ધરાવે છે. વિરાટ કોહલી તેની બેટીંગ ઉપરાંત તેના દેખાવ હેરસ્ટાઈલ અને દાઢીની સ્ટાઈલથી તેમના ચાહકોમાં અલગ છાપ ઉભી કરે છે. કોહલી સાર્પલી કટ દાઢી ધરાવે છે કે જેને નિયમિતપણે સ્ટાયલીંગ જ‚રી છે.
સ્ટાઈલીંગ દાઢીઓ માટેની અમુક પ્રકારની મેઈન્ટેન્સ ખર્ચ પણ થતો હોય છે. તેમ અન્સારી જણાવે છે.