ગુજરાતમાં આમચી મુંબઈ ???
સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયો ઉપર હુમલાના બનાવ વઘ્યા: પોલીસ સતર્ક.
મુંબઈમાં પરપ્રાંતિયો ઉપર હુમલાની ઘટનાઓ ભુતકાળમાં અનેક વખત સામે આવી છે. પ્રાંત અને ભાષાવાદના નામે મુંબઈમાં યુપી-બિહારથી આવતા લોકો ઉપર હુમલા થયા છે. જેમાં એમએનએસ સહિતના રાજકીય દળોનો પણ હાથ હોવાના આક્ષેપ થયા છે ત્યારે હવે ગુજરાતમાં પણ મુંબઈ જેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી દહેશત છે. સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી ઉપર દુષ્કૃત્યની ઘટના બાદ પરપ્રાંતિયો ઉપર હુમલાના બનાવ વધી રહ્યાં છે.
સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર થયેલા દુષ્કમની ઘટના બાદ અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા તેમજ સાબરકાંઠા, મહેસાણામાં પર પ્રાંતીય નાગિરોકને નિશાન બનાવીને તેમના પર હુમલાઓના બનાવો વધી રહ્યા છે. જેથી પર પ્રાતના પરિવારજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આવા બનાવો રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક્શનપ્લાન બનાવીને આવા પરિવારજનોને સુરક્ષા પુરી પાડીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૬ કંપની એસઆરપી સહિત પોલીસને તૈનાત કરવામાં આવી છે.
પોલીસ દ્વારા હુમલાખોરો સામે ગુના નોંધીને કલ ૧૭૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.સાબરકાંઠામાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા તેમજ મહેસાણા જિલ્લામાં ઠાકોર સમાજમા રોષ વ્યાપી જવા પામ્યો હતો. જેને લઇને કેટલાક તોફાની તત્વો દ્વારા પર પ્રાંતિય લોકોને નિશાન બનાવની ગુજરાતમાંથી ભગાડી મૂકો જેવા સુત્રોચાર પોકારીને તેમના પર હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે.
જેમાં ખાસ કરીને પર પ્રાંતિય લોકો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કામ કરતા ખાસ કરીન ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ દ્વારા એક્શનપ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં રિલાયન્સ, ટાટા સહિતની મોટા તેમજ જીઆઇડીસીના નાના એકમોમાં મોટી સંખ્યામાં બિનગુજરાતીઓ કામ કરે છે.
અમદાવાદ મહેસાણા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવા અને આવા તોફાની તત્વોને શોધી કાઢીને તેમના સામે કડક કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવ્યા છે. આવા બનાવો ન બને તે માટે ખાસ કરીને સાંજના સમય બાદ પોલીસને એલર્ટના આદેશો આપવામાં આવ્યા છે. જ્યાં પર પ્રાંતિયો રહેતા હોય અને નોકરી કરતા હોય તેવા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉપરાંત ગુપ્તચર તત્રને પણ આવા બનાવોમાં સામેલ આરોપીઓ અને પડદા પાછળના લોકોને પણ ઓળખી કાઢવા સુચનાઓ આપવામાં આવી છે. સોશિયલ મિડિયા પર ઉશ્કેરણીજનક અને ભડકાઉ પોસ્ટ અથવા વિડિયો વાઇરલ કરનારા તત્વોન સામે ગુના નોંધીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ અમદાવાદના ચાંદલોડિયામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પર પ્રાંતિયો પર તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરવાનો પ્રયાસ કરીને લારી ગલ્લાની તોડફોડ કરીને આતંક મચવવામાં આવ્યો હતો. જેમાં પોલીસેેે દસ શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વોટ્સએપ સહિત સોશિયલ મિડિયા ઉપર પ્રાંતિયોને ભગાડી મુકો જેવા ઉશ્કેરણીજક ભડકાઉ લખાણ પોસ્ટ અને ફોટા તથા તોફાનના વિડિયો વાઇરલ કરીને ગુજરાતની શાંતિને ડહોળવાનું કામ કરતા તોફાની તત્વો પર નજર રખવા માટે સાઇબર ક્રાઇમની ખાસ ટીમેની રચાના કરવામાં આવી છે ઉપરાંત છેલ્લા ચાર દિવસમાં તોફાન અંગે વોટ્સએપ સહિત સોશિયલ મડિયા પર પોસ્ટ મૂુકનારા મણિનગર મહેશ ઠાકોર સહિત ૭૦ લોકો સામે ગુના નોધીને તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.