૬ સભ્યોની કમિટીમાં ભરત દોશી અને સુધીર માંકડનો પણ સમાવેશ
ભારતીય રિઝર્વ બેંકે પોતાના અનામત ધન રાશીને યોગ્ય આકાર આપી શકાય તે માટે સુઝાવને લઈ પૂર્વ ગવર્નર બીમલ જલાનની અધ્યક્ષતામાં ૬ સદસ્યની વિશેષયજ્ઞ સમીતીનું ગઠન કરવામાં આવ્યું છે. આર્થિક મુદ્દાઓના પૂર્વ સચિવ રાકેશ મોહનને આ સમીતીના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
આ સમીતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને માહિતગાર અને સુચિત કરશે કે પોતાનું અનામત રાખેલુ ધનકોષ કયાં આકારમાં અને કેવી રીતનું હોવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈપણ સમસ્યા ઉદ્ભવીત થાય તો રિઝર્વ બેંકનું ધનકોષ તેને પહોંચી વળવા સક્ષમ બને. સાથો સાથ આ કમીટીની રચનાથી સરકારને ઘણો ખરો લાભ પણ થશે.
આ સમીતી પોતાની પહેલી બેઠકથી ૯૦માં દિવસે પોતાનો રિપોર્ટ રિઝર્વ બેંકને સુપ્રત કરશે. સાથો સાથ વૈશ્વીકસ્તર પર કયાં પ્રકારના વ્યવહાર આરબીઆઈ કરે તેનું પણ સુચન કરશે. વધુમાં આ કમીટી રિઝર્વ બેંક પાસે બફર ધન રાશી રહે તે માટે આયોજનમાં પણ તેઓ રિઝર્વ બેંકને સાથ અને સહકાર આપશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જીત પટેલ અને કેન્દ્ર સરકાર વચ્ચે અનામત ધનરાશી બાબતે ઘણા મતભેદ થયા હતા. જેને નિવારવા આ ખાસ કમીટીની રચના કરવામાં આવી છે. રિઝર્વ બેંકે પોતાના પાસે અનામત રાખેલી જે જમા કેશ પડેલુ છે તે ૯.૬ લાખ કરોડનો દેખાડવામાં આવ્યું છે. આ બેઠકની રચના કરવા રિઝર્વ બેંકે કેન્દ્રીય બોર્ડને ૧૯ નવેમ્બરની બેઠકમાં સુચન અને સુઝાવ કર્યો હતો. રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સમીતીમાં જે અન્ય સદસ્યો રહેલા છે તેમાં ભરત દોશી તથા સુધીર માંકડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓ બન્ને સેન્ટ્રલ બેંકના કેન્દ્રીય બોર્ડના સભ્યો છે. આ સમીતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે અને જરૂરીયાત પ્રમાણે સુચન અને સુઝાવો પણ આપશે. જયારે ડિસેમ્બર માસ પૂર્વ વિત્ત મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, સરકારને આરબીઆઈ પાસેથી રાજકોષમાં જે અછત ઉભી થઈ છે તેને પહોંચી વળવા આરબીઆઈ પાસેથી રૂપિયાની આવશ્યકતા નથી.