વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તાની સાથે સાથે વૈશ્વિક રમતગમત ક્ષેત્રે પણ સર્વોપરી બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો હવે કારગત દેખાઈ રહ્યા છે કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં “બીચગેમ 2024” મહોત્સવ નો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ કરાવી કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ સિંહ ઠાકોર ના અતિથિ વિશેષ પદે શરૂ થયેલા દીવ બીચ ગેમ્સમાં 1200 થી વધુ ખેલાડીઓ વચ્ચે 140 ગોલ્ડ મેડલ,140 સિલ્વર મેડલ, અને 180 બ્રોન્ઝ મેડલ માટે ખરા-ખરીનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે.

દીવ બીચ મહોત્સવમાં 1200 થી વધુ ખેલાડીઓ વચ્ચે  140 ગોલ્ડ, 140 સિલ્વર ,180 બ્રોન્ઝ મેડલ માટે ખરાખરીનો ખેલ

દીવ ખાતે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ના નેતૃત્વમાં બીચ ગેમ 2024 ના આરંભ રંગારંગ કાર્યક્રમ સાથે થયો હતો, ગાયક કલાકાર ઈશાની દવે અને કિંજલ દવે એ બે જોડ પ્રસ્તુતિ કરી હતી અને અતિથિ ઓ દ્વારા પ્રખ્યાત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.બિચ ફેસ્ટિવલના તમામ ખેલાડીઓ એ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ એરીના નું નિરીક્ષણ કર્યું હતું. પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક અને અવિસ્મરણીય ખેલ મહોત્સવમાં સામેલ થવું એ પણ એક ખુશકિસ્મતી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્રયાસોથી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે, 2014 પછી વડાપ્રધાન ના નેતૃત્વ માં ભારતની તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ છે કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરીએ તો 1000 કરોડના ખર્ચે સાયલી સ્ટેડિયમ પદ્મભૂષણ બાંધોળકર સ્ટેડિયમ નું કામ પૂરું થયું છે 37 માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં કેન્દ્રશાસિત પ્રદેશનું નામ રોશન કરનાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ત્યારબાદ લડાખ ના ઉપરાજ્યપાલ વિ.ડી મિશ્રાએ જણાવ્યું હતું કે હું પ્રથમવાર આવી સ્પર્ધા નો અનુભવ કરું છું દીવ મહા કુંભ આયોજન બદલ પ્રશાસક પ્રફુલ પટેલ અભિનંદન પાઠવું છું તેમણે જણાવ્યું હતું કે મેં આવું સરસ આયોજન જોયું નથી દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સકસેનાએ જણાવ્યું હતું કે પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા પોતાને આમંત્રણ અપાયું છે તેનો આભારી છું. પ્રશાસકના સલાહકાર અમિત ભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંદેશો વાંચી સંભળાવ્યો હતો દેવમાં આયોજિત ફેસ્ટિવલ 2024 મા કુલ 8 રમતનો સમાવેશ થયો છે જેમાં બીચ વોલીબોલ પેન્ચાક શિલાટ, બીચ બોક્સિંગ તથા  સ્વિમિંગ સાથે મલખમ બીચ કબડ્ડી અને ટગ ઓફ જેવા પરંપરાગત વોટર સ્પોટ નો સામેલ કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં 20થી વધુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ સ્વાભાગી થઈ રહ્યા છે 1200 થી વધુ ખેલાડીઓ વચ્ચે 140 ગોલ્ડ મેડલ 140 સિલ્વર મેડલ 180 રજત મેડલ માટે જંગ જામી ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.