માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ જે સ્ત્રીઓના જીવનનો એક ભાગ છે. જેમાં મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહીનો પ્રવાહ વહે છે. હકીકતમાં યુવાવસ્થા શરૂ થતા છોકરીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા માંડે છે. ત્યારે આ પ્રવાહને રોકવા માટે મહિલાઓને પહેલાના સમયમાં કપડા વાપરવાનું કહેતા પરંતુ તેના લીધે મહિલાઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ આવ્યા સેનેટરી પેડ જેણે મહિલાઓની મુશ્કેલી ઘણી હળવી કરી દીધી ત્યારે હવે એક રીપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે સેનેટરી પેડના ઉપયોગથી પણ કેન્સર થઈ શકે છે.
દિલ્હી સ્થિત પર્યાવરણીય એનજીઓ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ ભારતમાં વેચાતા સેનિટરી નેપકિન્સમાં હાર્ટ ડિસઓર્ડર, ડાયાબિટીસ અને કેન્સર સાથે સંકળાયેલા રસાયણોની મોટી માત્રા મળી આવી છે. આ તારણો ‘મેન્સ્ટ્રુઅલ વેસ્ટ 2022’ નામના રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
સેનિટરી પેડ્સનો વ્યાપક ઉપયોગ મહિલાઓના માસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો સાથે જોડાયેલો છે. આધુનિક મહિલાનું જીવન સેનેટરી પેડ્સ વિના અશક્ય છે. સેનિટરી પેડ દ્વારા મહિલાઓના જીવનમાં ઘણી અગવડતા ઘટાડે છે. સેનેટરી પેડ દ્વારા મહિલાઓ લાંબા સમય સુધી બહાર કામ કરી શકે છે, આઉટડોર ગેમ્સ રમવી, કોઈપણ ઈવેન્ટમાં અગવડતા વગર જઈ શકે છે.
સેનેટરી પેડ સિવાઈ પણ આજે ઘણા બધા વિકલ્પ મહિલાઓને મળે છે જેમકે ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપ પરંતુ ઘણી સ્ત્રીઓ હજુ પણ સેનિટરી પેડ્સ પર જ આધાર રાખે છે પરંતુ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ કેન્સર પેદા કરતા સેનિટરી પેડ્સનો ભારતમાં સામાન્ય રીતે ઉપયોગ અને વિતરણ કરવામાં આવે છે.
ભારત માટે આ ચિંતાજનક બાબત છે કે દર ચારમાંથી લગભગ ત્રણ યુવતીઓ આ સેનિટરી પેડ્સનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, સેનિટરી પેડ્સ દ્વારા ખતરનાક સંયોજનો શરીરમાં પ્રવેશવાની ખૂબ જ નોંધપાત્ર સંભાવના છે. આ અભ્યાસમાં ભાગ લેનાર ટોક્સિક્સ લિંકના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડો. આકાંક્ષા મેહરોત્રાના જણાવ્યા અનુસાર, “યોનિની સ્કીન ત્વચાની કરતાં વધુ સેન્સીટીવ હોય છે જે ઝડપથી રસાયણો શોષી શકે છે.”
તેઓએ તપાસેલા કેટલાક પેડ્સમાં, સંશોધકોએ શોધ્યું કે ભારતમાં ઉપયોગ થતા પેડની સાંદ્રતા યુરોપિયન નિયમનકારી સ્તર કરતાં ત્રણ ગણી વધારે હતી. ભારતમાં, દર ચાર કિશોરીમાંથી લગભગ ત્રણ સ્ત્રીઓ તેમના પીરિયડ્સમાં સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના એક અહેવાલ મુજબ, તે જાણવા માટે ચિંતાજનક છે કે 15 થી 24 વર્ષની વય વચ્ચેની આશરે 64% ભારતીય મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે.
વર્ષ ૨૦૧૯માં સામાજિક કાર્યકર રીટા ગેહતોરીએ PM મોદીને પત્ર લખીને સેનેટરી પેડ ઉત્પાદકોને પ્લાસ્ટિકને બદલે આવા પેડ્સથી કપડાં બનાવવાનું શરૂ કરવા જણાવ્યું હતું, પરંતુ ગેહતોરીના હોવા છતાં કોઈ નોંધપાત્ર સંશોધનના અભાવે તેની અવગણના કરવામાં આવી હતી.