થર્ટી ફર્સ્ટના તહેવારમાં કેક, પેસ્ટ્રી, ઠંડા-પીણા અને નમકીનનું વેંચાણ વધુ માત્રામાં થતું હોવાના કારણે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 32 કેક અને બેકરી શોપમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 14 પેઢીઓને લાયસન્સ મેળવી લેવા અને હાઇજેનીંક ક્ધડીશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ રાખવા સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.

એક્સપાયર થયેલા કેક, પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટ સહિત
68 કિલો જથ્થો અને 38 લીટર ઠંડા-પીણાનો નાશ કરાયો

આજે કેક અને બેકરી શોપમાં ચેકીંગ દરમિયાન કેક એન જોયના ડિલેવરી વાનમાં ચકાસણી કરતા તેમાંથી 18 કિલો એક્સપાયર થયેલો કેક, પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે કોઠારિયા રોડ પર સોરઠીયા વાડી સર્કલ પાસે રામેશ્ર્વર બેકર્સમાં ચેકીંગ દરમિયાન 18 લીટર એક્સપાયર થયેલા ઠંડા-પીણાંનો જથ્થો અને પેકીંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરની બેકરી પ્રોડક્ટ અને નમકીનનો 50 કિલોનો જથ્થો નાશ કરી ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. કોઠારીયા રોડ પર સ્વીમીંગ પુલની સામે સિલ્વર બેકરીમાં ચકાસણી દરમિયાન 20 લીટર એક્સપાયર થયેલ ઠંડા-પીણાંનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો છે અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત હરિકૃષ્ણ બેકરી, કેક એન્ડ જામ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ (કભીબી બેકરી એન્ડ પેસ્ટ્રી), વેગન ક્રશ બેકર્સ, કભીભી બેકરી એન્ડ પેસ્ટ્રી, એટીએમ કેક શોપ, ગુજરાત બેકરી, ઇટાલીયન બેકરી એન્ડ પાર્લર, કિંજલ કેક શોપ (કેક એન જોય બેકરી), રામેશ્ર્વર બેકરી એન્ડ કેક શોપ તથા સિલ્વર બેકરીને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા અને ફૂડ લાયસન્સ લેવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.

 

બે બેકરીઓમાંથી રેડ વેલ્વેટ કેકના નમૂના લેવાયાં

આજે ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ 32 બેકરી અને કેક શોપમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોઠારીયા રોડ પર સોરઠીયા વાડી સર્કલ પાસે રામેશ્ર્વર બેકર્સમાંથી લૂઝ રેડ વેલ્વેટ કેક અને સિંધી કોલોનીમાં ગંગા જ્વેલર્સની સામે જલારામ બેકર્સમાંથી પણ રેડ વેલ્વેટ કેકના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.