હાલ લોકોમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધી રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગવાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે જ્યાં ચાર્જિંગમાં મૂકેલું ઈ- બાઈક સળગી ઉઠ્યું હતું. પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે આગ લાગવાની ઘટના બની હતી ત્યારે પરિવારના સભ્યો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે જ્યાં ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘરના પાર્કિંગમાં બાઈક ચાર્જમાં મૂકી હતી અને પરિવારના લોકો ઘરમાં સુતા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી. પરિવાર જીવ બચાવીને બહાર નીકળ્યા હતા સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘરના પાર્કિંગમાં બાઈક ચાર્જમાં મૂકી હતી અને પરિવારના લોકો ઘરમાં સુતા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી. પરિવાર જીવ બચાવીને બહાર નીકળ્યા હતા સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઈ-બાઈકમાં શોટ સર્કિટના કારણે આગ લગતા બાઈક બળીને ખાખ થઇ ગયું હતુ. આગ પ્રસરતા ઘરને પણ ભારે નુકસાન થયું હતું. મીટર પેટીએ સોલર પાવર સહિત રેકોરનનો જથ્થો બળીને ખાખ થયો હતો ત્યારે આ ઘટનાને પગલે સરથાણા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.