મધ્ય પ્રદેશથી રોજી રોટી માટે આવેલા પિતા અને ચાર વર્ષીય બાળકી સુરત રેલવે સ્ટેશન આવી પહોંચ્યા બાદ બાળકી નું અપહરણ થઈ ગયું હતું. આ મામલે સુરત રેલવે પોલીસે બાળકીનું અપહરણ કરનાર મહિલા સાથે એક યુવકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે
અનેક લોકો ગુજરાતમા રોજીરોટી કમાવવા માટે આવતા હોય ત્યારે મધ્ય પ્રદેશ પોતાની ચાર વર્ષની પુત્રી લઇને અંકલેશ્વર ખાતે જતા એક પિતા પુત્રી ટ્રેન માં ઊંઘી જતા સુરત રેલવે સ્ટેશન આવ્યા બાદ જાગ્યા હતા ત્યાર બાદ પિતા પુત્રી સુરત સ્ટેશન પર જ સુઈ ગયા હતા તે દરમ્યાન એક મહિલા બાળકી ઉપાડી લઈ ગઈ હતી
પિતા ઊંઘ માંથી જાગ્યા બાદ પુત્રી નહીં મળતા પોલીસ ફરિયાદ કરી હતી જેને લઇને પોલીસે રેલવે સ્ટેશન પર રહેલા સીસીટીવી ચેક કરતા આ બાળકી એક મહિલા ઉપાડી લઇ જતા મળી આવી હતી.પોલીસે સમગ્ર વિસ્તાર મા તાત્કાલિક અલગ અલગ ટિમો બનાવીને રવાના કરી હતી. આખરે આ મહિલા છેલ્લા 25 દિવસથી બારડોલી ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું
પોલીસે એક ટિમ મોકલી બાળકી છોડાવી તેનું અપહરણ કરનાર મહિલા ધરપકડ કરી હતી. આ મહિલા સાથે અન્ય એક યુવક પણ મળી આવ્યો હતો પોલીસે તેની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી હતી આ લોકોએ બાળકીની શા માટે અપહરણ કરવામાં કર્યું હતું અને ભૂતકાળમાં આવી કોઈ ઘટનામાં તે સંડોવાયેલ છે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે