દરેક રૂતુઓમાં વિવિધ શાક તેમજ ફળનું સેવન દરેક દ્વારા કરાતું હોય છે. ત્યારે આ ઉનાળાનું એક ફળ તમને કરશે ફરી તાજા-માજા. સમય પ્રમાણે ફળ અને શાકભાજીનું સેવન કરવું જ જોઈએ કારણ તેનાથી શરીરમાં વિવિધ પોષણ અને આવશ્યક વિટામીન્સ શરીરને મળતા રહે તો જ કામ કરવાની સ્ફૂર્તિ રહી શકશે. દરેક ફળ તેના પાક્યા પછી તેના સ્વાદ અને રૂપમાં ફેરફાર થતાં જોવા મળે છે.
ત્યારે આ ઉનાળામાં જો તમે કેરી ખાતા હોવ તો તે ચાલુ જ રાખજો સાથે વધુ કેરી ખાવ કારણ કેરી તમારા આરોગ્યને આપશે આ ખાસ ફાયદા:-
તમારા હાડકાં મજબૂત કરશે
કેરી દિવસભરમાં એક કે બે વાર તો અવશ્ય ખાવીજ જુએ કારણ તેનાથી શરીરમાં પ્રોટીન તેમજ વિટામિન પૂરતા પ્રમાણમાં મળતા રહેતા હોય છે. કેરી હાડકાંને એકદમ મજબૂત કરે છે સાથે તેમાં રહેલા વિટામિન-સી વધુ હોય છે. તેનાથી શરીરમાં હાડકાં વધુ મજબૂત બનશે અને તેના દુખાવા દૂર થશે.
રોગ પ્રતિકારક શક્તિ સુધારશે
હાલ કોરોનાની મહામારી વચ્ચે રોગપ્રતિકારક શક્તિ જો સારી ના હોય તો કોરોના થઈ શકે છે તેવું ડોક્ટરો દ્વારા કહેવામાં આવે છે. ત્યારે રોગ પ્રતિકારક શક્તિ સારી કરવા માટે વિટામિન-એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે કેરી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ સુધારી શકે છે.
બલ્ડ પ્રેશર નિયંત્રણમાં રાખે
ક્યારેક નાની-નાની વાતમાં ઘણા લોકો ખૂબ ઉગ્રહ થઈ જતાં હોય છે.ત્યારે તેનું કારણ કા તો ટેન્શનથી અથવા તો બ્લડ પ્રેશર વધી ગયું હોય તેનો કારણ ગુસ્સો આવે છે. ત્યારે કેરી ખાવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય છે. ત્યારે કેરીમાં પોટેશિયમ તેમજ મેગનીઝ ખૂબ સારા પ્રમાણમાં મળી આવે છે. ત્યારે બલ્ડ પ્રેશરને સરળતાથી નિયંત્રણમાં રાખશે. સાથે સ્વાસ્થ્યને ખૂબ લાભ આપશે.
સુંદરતા નિખારશે
કેરી ખાવાથી જાડું અવશ્ય થવાય છે. ઘણીવાર નાના બાળકોને એવું મમ્મીને કહેતા હોય છે કે તું ઝાડો થઈ ગયા હોય છે. ત્યારે દરેક સ્ત્રી પોતાની રીતે તેના મુખને વધુ સુંદર કરવામાં માંગતા હોય છે. ત્યારે કેરીમાં એન્ટીઓકસિડેંટ તેમજ વિટામિન-એ પૂરતા પ્રમાણ મળી રહે છે અને તેને ખાવાથી મુખને સુંદરતા વધુ નિખારશે અને ખીલ તેમજ ડાર્ક સ્પોટને સરળતાથી તેના સેવનથી દૂર થશે.