એન્ટ્રી ટિકિટ, બેટરી ઓપરેટેડ કાર સહિત મહાપાલિકાને રૂ.8.88 લાખની આવક
આ વૈશ્ર્વિક મહામારી કોરોનાની દહેશતના કારણે સાતમ-આઠમ, ગણેશ મહોત્સવ અને નવરાત્રી જેવા તહેવારો ઘરમાં જ વિતાવ્યા બાદ જાણે રાજકોટવાસીઓ કંટાળી ગયા હોય તેવો માહોલ દિવાળીના તહેવારમાં જોવા મળ્યો હતો. કોરોનાનું સંક્રમણ થોડુ ઓછુ થતાંની સાથે જ શહેરીજનોને જાણે ખુલ્લો દૌર મળી ગયો હોય તેમ રીતસર બહાર નીકળી ગયા હતા. કોરોનાના ડર વીના દિવાળીનો તહેવાર રંગીલા રાજકોટવાસીઓએ મન ભરી માણ્યો હતો. પાંચ દિવસમાં મહાપાલિકા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝુમા 37029 સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. બેસતા વર્ષના દિવસે જાણે પ્રધ્યુમનપાર્કમાં મેળો ભરાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. એન્ટ્રી ટિકિટ, બેટરી ઓપરેટેડ કાર સહિત મહાપાલિકાને રૂા.8.88 લાખની માતબર આવક થવા પામી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ઝુ સુપ્રિન્ટેન્ડેટ ડો.રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં પ્રધ્યુમનપાર્કમાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. કોરોનાના કારણે 7 માર્ચ સુધી ઝુ બંધ રહ્યું હતું. હાલ ઝુમાં તમામ પ્રકારની કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરી લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગત 14 થી 18 નવેમ્બર દરમિયાન પાંચ દિવસમાં 37029 લોકોએ ઝુ ની મુલાકાત લીધી હતી. જે થકી મહાપાલિકાને રૂા.8.88 લાખની આવક થવા પામી છે. બેસતા વર્ષના દિવસે સૌથી વધુ સહેલાણીઓ ઝુ ની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન આજે લાભ પાંચમથી ધંધા-રોજગાર ફરી શરૂ થઈ ગયા હોય ઝુ માં સહેલાણીઓનો ઘટાડો જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તમામ ફરવા લાયક સ્થળ પર રીતસર માનવ મહેરામણ ઉમટી પડ્યો હોય તેવો માહોલ