એવું કહેવાય છે કે એક સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ સ્ત્રી બને છે જયારે તે માતૃત્વને પ્રાપ્ત કરે છે. પરંતુ જયારે તેના જીવનમાં નવજાત શિશુનું આગમન થાય છે ત્યારે એક પત્ની તરીકે પોતાના જીવન સાથીને કદાચ ન્યાય નથી આપી શક્તિ. જેનું મુખ્ય કારણ તેની બાળક પ્રત્યેની સંપૂર્ણ જવાબદારી હોય છે અને સાથે સાથે તે પોતાના માતૃત્વને પણ માણી રહી હોય છે, પરંતુ સાથીને આ બાબતે ક્યાંકને ક્યાંક તેની પત્નીની ખોટ વર્તાતી છે. જે બાબતે તે ખુલા મને પત્ની સાથે વાત નથી કરી શકતો પરંતુ તેના વર્તન વ્યવહારમાં તે ચોક્કસ ઝળકાઈ આવે છે. તો આપરીસ્થીમાં પતિની અમે માતાની ભૂમિકાને કઈ રીતે ન્યાય આપવો જોઈએ એ વિષે અહીં વાત કરશું…
પતિપત્ની લાગણીના સંબંધથી તો જોડાયેલા હોય જ છે, પરંતુ જયારે તે માતા-પિતા બને છે ત્યારે શારીરિક સંબંધથી થોડા દૂર થયી જાય છે જેના માટે તેઓની પહેલી જવાબદારી તેનું બાળક હોય છે અને તેઓ એવું વિચારતા હોય છે કે તેના સંબંધની ખોટી અસર તેના બાળક પર ન પડે. એવા સમયે જયારે બંને સાથી એકબીજાથી નજીક આવવા ઇચ્છતા હોય ત્યારે ટાયરે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ એનો અર્થ એ નથી કે તમે તમારા સાથી પ્રત્યારેની તમારી જવાબદારીને અવગણી બાળકની સંભાળમાં જ વ્યસ્ત બની જાવ.
જયારે બાળક પાસે સૂતું હોય ત્યારે પતિપત્નીને બીક હોય છે કે તેના કારણે ક્યાંક બાળક ડિસ્ટર્બ થાય અને ઉઠી ન જાય. જેના માટે તેઓએ બાળકને સરસ રીતે સુવડાવી દેવું જોઈએ અને પછી બીજી જગ્યા પાર જઈને બંને સાથીએ સાથે સમય વિતાવવો જોઈએ.
મોટાભાગે બાળક ત્યારે જ રડતું હોય છે જયારે તેને ભૂખ લાગી હોય છે. એટલે પહેલા બાળકને દૂધ પીવડાવી અને કંઇક ખવડાવી પછી તેને રમકડાંથી રમવા ડો અને તમે નિરાંતે સાથી સાથે સમય પસાર કરી શકો છે.
બાળકોની આદત કેળવવી એ ખુબ કઠિન કામ છે, જેમાં તેની ઉંઘનો સમય ખુબ જ મહત્વનો છે. મહત્તમ બાળકો રાત્રે મોડા સુધી જાગવા ટેવાયેલા હોય છે પરંતુ તેને રાત્રે વહેલા સુવડાવવાથી તેને પૂરતી ઊંઘ તો થાય જ છે સાથે સાથે તમે પણ તમારા પાર્ટનર સાથે શાંતિથી સમય વિતાવી શકો છે. જેના માટે તમારે માત્ર એટલું કરવાનું આવે છે આખો દિવસ બાળકને કાઇને કઈ એક્ટિવિટી કરાવી કે રામાડવું જેથી તે રાત્રે થાકીને તેની ઊંઘ પુરી કરી શકે.
આ ઉપરાંત તમે તેને તેના દાદા-દાદી પાસે પણ રાખી શકો છો, જી હા બાળકને પણ તેના દાદા-દાદી સાથે રમવું અને સમય પસાર કરવાનું ખુબ જ ગમતું હોય છે. એટલે જ મહિનામાં એક્વા તો એવું કરવું જોઈએ કે બાળકને તેના દાદા-દાદી પાસે રાખી તમારે પણ તમારા સાથી સાથે બહાર ફરવા જવું જોઈએ જેથી બંને એકબીજાને સમય આપી શકો.