જ્યારે શિયાળાની વાત આવે ત્યારે દરેકને મન ભાવતા સૂપની વાતો યાદ આવે. તો સૂપ તે દરેકને ભાવતું હોય છે, ત્યારે આ શિયાળામાં બનાવો આ સૂપ અને બનાવો આપના શિયાળાને એકદમ ખાસ. શું તમે નાળિયર અને મગફળીનું સૂપ ટ્રાય કર્યું છે ? જો ના કર્યું હોય તો આજે કરો ટ્રાય.
સૂપ બનાવાની સામગ્રી :-
- ૧/૨ નાળિયરનું દૂધ
- ૧/૨ ભુક્કો કરેલી જાડી મગફળી
- ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
- ૨ ટેબલસ્પૂન તેલ
- ૧ ટેબલસ્પૂન જીરૂ
- ૨ ટીસ્પૂન જીણા સમારેલાં મરચાં
- ૨ ટેબલસ્પૂન જીળી સમારેલી કોથમીર
- ૧/૪ જીળી સમારેલી કાકડી
- ૧/૪ જીળી સમારેલા ટામેટાં
- મીઠું સ્વાદ અનુસાર
સૂપ બનાવાની પદ્ધતિ:-
- સૌ પ્રથમ એક બાઉલમાં નાળિયારનું દૂધ અને ચણાનો લોટ બરાબર મિક્સ કરી તેને ફિળી લો. તે એવી રીતે ફિળો કે તેમાં ગાઠા ન રહી જાય.
- એક ઊંડા નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તળતળવા માંડે ત્યારે તેમાં લીલા મરચાં ઉમેરી તેની બરાબર મધ્યમ તાપ પર શેકી તેને ભેળવીલો અને તેને થોડી વાર ઢાંકી લો.
- તે પછી તેમાં નાળિયારનું દૂધ અને ચણાના લોટના મિશ્રણને ભેળવી તેને ૩-૪ મિનિટ સુધી ધીમા તાપે રાંધી લો.
- પછી તેમાં કાકડી ,ટામેટા, મગફળી સ્વાદ અનુસાર મીઠું અને ૧/૨ કપ પાણી ભેળવી સારી રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર ૨-૩ મિનિટ સુધી વચ્ચે હલાવતા રહી રાંધી લ્યો.
- છેલ્લે તેમાં કોથમીર મિક્સ કરી લો.
- તરત જ તેને પીરસો.