કલર્ડ લેન્સ માટે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. કલર્ડ લેન્સ ફેશન માટે વાપરાય એ ખોટું નથી, પણ એ માટે અમુક વાતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે.કલર્ડ લેન્સ પહેરીને તમે સૂઈ શકતા નથી કે રડી શકતા નથી એને ક્લીન કરવાની પદ્ધતિ છે એને બરાબર ફોલો કરવી જોઈએ.
આંખોને ઓક્સિજન મળવો બહુ જરૂરી છે અને જે પણ ઓક્સિજન મળે છે એ હવામાંથી મળે છે એટલે કોન્ટેક્ટ લેન્સ તમારે છ થી આઠ કલાક સુધી જ પહેરવા જોઈએ. કલર્ડ લેન્સ એની સમય મર્યાદા કરતાં વધારે સમય સુધી પહેરીને રાખો તો તમને એનું ઇન્ફેક્શન પણ થઈ શકે છે.
તમને આંખનું ઇન્ફેક્શન હોય, આઇ-રેડનેસ હોય, કન્જક્ટિવાઇટિસ હોય કે આંખનું લેઝર ઓપરેશન કરવાનું હોય તો અઠવાડિયા પહેલાં કલર્ડ લેન્સ ન પહેરવા. આ સાથે ખાસ ધ્યાન એ પણ રાખવુ જોઇએ કે, તમારા લેન્સ કોઈ પણ બીજી વ્યક્તિ સાથે શેર ન કરવા