વાળનું ટૂટવું અને ઉતરવા એ કેટલીક વખતે સાચી રીતે શેમ્પૂ ન કરવાના કારણે થાય છે.

માથું ધોવામાં કોઇ દિવસ ઉતાવળ કરશો નહીં. કારણ કે ઉતાવળમાં માથામાંથી શેમ્પૂ બરાબર નિકળી શકતું નથી અને વાળમાં જ રહી જાય છે, જેના કારણે વાળ ઉતરવા લાગે છે.

 શેમ્પૂને હથેળી પર લગાવો, કારણ કે શેમ્પૂ સીધું માથામાં નાંખવાથી એક જ જગ્યાના વાળ ડ્રાય અને ખાબ થઇ જાય છે.

વાળ ધોતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરો. પાણી નવશેકું કે દરમ હોવું જોઇએ નહીં. આવા પાણીથી શેમ્પૂ કરવામાં આવે તો વાળ તૂટવા લાગે છે.

શેમ્પૂની પાછળથી લગાવતા આગળની તરફ આવો.

 કેટલાક લોકો વિતારે છે કે જો વધારે શેમ્પૂ વાળમાં લગાવવામાં આવે તો વાળ એટલા જ સાફ અને મજબૂત રહેશે. પરંતુ એવું નથી. વધારે શેમ્પૂ વાળને નુકસાન પહોંચાડે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.