હાર્દિક શિંગોડ
ઉનામાં વાડીમાં આધેડ ખેડુત કુવામાં મોટરની રેસો ફિટ કરતી વખતે અચાનક પગ લપસી જતાં કુવાના ઉંડા પાણીમાં ડૂબી જતા તેમનું મોત નિપજ્યું હતું આ દુ:ખ ઘટના બનતા પરિવારમાં માતમ છવાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખેડૂતને તાતકાલીક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ઉના તાલુકાના કેસરીયા ગામની છે જ્યાં જાપા પાસે આવેલ વાડીમાં બાબુભાઈ લખમણભાઇ શિંગોડ ઉ.વ.55 જે ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ કુવામાં મોટરની રેસો ફિટ કરતા હોય ત્યારે અચાનક પગ લપસી જતાં કુવામાં ઉંડા પાણીમાં ખાબક્યા હતા. એ દરમ્યાન મૃતકનો દીકરો કુવાની બહારના ભાગે કાઠે તેમનાં પિતાનાં બુટ નજરે પડતાં તેમણે કુવામાં નજર કરી હતી.
પિતા કુવામાં રેસો ફિટ કરતી વખતે કુવાના ઉંડા પાણીમાં ડૂબેલા જોવા મળતા પુત્રએ તાત્કાલિક તેમના પરિવારજનો તેમજ પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ ખેડૂતને કુવામાંથી બહાર કાઢીને ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પીટલના તબીબે તેમને મૃત જાહેર કરતા પરીવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.