આજકાલ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને વાયરલ ઇન્ફેક્શનનો વાયરો ચાલી રહ્યો છે. ત્યારે બહોળી સંખ્યામાં લોકો આ સમસ્યાથી પરેશાન છે. જ્યારે કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ કે વાયરલ ફીવર હોય તો તેને હાઇડ્રેટેડ રહેવા માટે કોકોનટ વોટર એટલે કે નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
નાળિયેર પાણી દરેક સિઝનમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમજ ઘણીવાર લોકો બજારમાં જઈને નાળિયેર ખરીદે છે અને સ્ટ્રો નાખીને પાણી પી લે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સ નાળિયેરમાંથી સીધું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત માનવામાં આવતું નથી.
નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે નેચરલ ઇલેક્ટ્રોલાઇટ્સનો સારો સોર્સ છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેમજ તેમાં ઓછી કેલરી હોય છે અને તે વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.
એન્ટીબાયોટિક દવાઓ રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે છે?
નાળિયેર પાણીથી પાચનમાં સુધારવામાં મદદરૂપ છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમજ નાળિયેર પાણી એનર્જી માટે પણ સારું હોય છે અને તે ડિહાઇડ્રેશનથી બચાવે છે. આ ઉપરાંત ફીવરમાં ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે, જેનાથી બચવા માટે નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
શું સ્ટ્રો નાખીને નાળિયેર પાણી પીવું જોઈએ? :
માર્કેટમાં લોકો ઘણીવાર નાળિયેરમાં સ્ટ્રો નાખીને કોકોનટ વોટર પી લે છે. પરંતુ આવું ન કરવું જોઈએ. નાળિયેર પાણીને પહેલા ગ્લાસમાં કાઢી અને ગાળીને જ પીવું જોઈએ.
જો નાળિયેર પાણીમાં કોઈપણ પ્રકારની ફંગસ કે કોઈ અન્ય વસ્તુ દેખાય તો તે ન પીવો. તેમજ ખરેખર, ઘણીવાર નાળિયેરની અંદર ફંગસ જમા થઈ જાય છે, જે બહારથી નથી દેખાતી. તેવામાં જે લોકો સ્ટ્રો નાખીને નાળિયેર પાણી પીવે છે તેમના શરીરમાં ફંગસ જાય છે અને ગંભીર સમસ્યાઓનું કારણ બને છે. તેથી તેનાથી બચવા માટે નાળિયેર પાણીને સીધું જ કોકોનટમાંથી ન પીવું જોઈએ.
શું બદલાતી ઋતુમાં નાળિયેર પાણી ફાયદાકારક છે?
હેલ્થ એક્સપર્ટના કહેવા અનુસાર, બદલાતી ઋતુમાં નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે કારણ કે તે ઇમ્યુન સિસ્ટમ માટે સારું માનવામાં આવે છે. તેમજ તેમાં રહેલા વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરની ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે.
નાળિયેર પાણીનું સેવન વાયરલ ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા વધારે છે અને શરીરની અંદરનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે. તેમજ આ સિવાય તે હાઇડ્રેશન જાળવી રાખવામાં મદદ કરે છે, જે ઇમ્યુન ફંક્શન માટે જરૂરી છે. આ સાથે નિયમિત રૂપે નાળિયેર પાણી પીવાથી ઓવરઓલ હેલ્થમાં સુધારો આવે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.