રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા જે તે સમયે લેવાયેલા ખાધ્યચીજના નમુના સબસ્ટાન્ડર્ડ- મિસ બ્રાન્ડેડ જાહેર થતા વેપારીઓને પેનલ્ટી ફટકારવામાંવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ રામનાથપરામાં વિનોદભાઇ રામભાઇ મુંધવાની શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ (લૂઝ)નો નમુનો લેવાયો હતો.જેમ એસએનએફ ઓછા અને ફોરેન ફેટ વેજીટેબલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેવડવાડીમાં સંજયભાઇ મુલચંદભાઇ આઇલાણી મુલચંદભાઇ ઘી વાળાને ત્યાંથી દિવેલનું ઘી (લુઝ) નો નમુનો લેવાયો હતો. જેમાં તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.વેપારિને રૂ.20 હજારની પેનલ્ટી કરવામાં આવી છે.ગોવિંદબાગ શાક માર્કેટ રોડ પર રમેશભાઇ કેશવભાઇ વેકરીયાનારાધે ઘી સેન્ટરમાંથી ભેંસ નું ઘી (લુઝ) નો નમુનો લેવાયો હતો.જેમાં ફોરેન ફેટ અને તલના તેલની ભેળસેળ હતી.વેપારીને રૂ.20 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત 150 ફૂટ રિંગ રોડ પર પ્રતિકકુમાર પ્રવિણભાઇ ગજેરા શ્રી નાથજી ડેરીમાથી લુઝ ઘીનો નમુનો લેવાયો હતો. જેમાં ફોરેન ફેટ અને તલના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરી રૂ.50 હજારની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. ગીતામંદિર રોડ પર સુનિલ રમણીકલાલ માટલીયાના વર્ધમાન પ્રો. સ્ટોરમાથી બાલાજી ક્રિએશનની લુઝ ઘીનો નમુનો લેવાયો હતો.જેમાં ફોરેન ફેટ અને તલના તેલની હાજરી મળી આવતા નમુનો નાપાસ થયાનું જાહેર કરાયું હતુ.વેપારીને રૂ.30 હજારની પેનલ્ટી કરવામાં આવી છે જ્યુબિલી શાક માર્કેટ સામે રાકેશકુમાર હિતેશભાઇ કાનાબારના જલારામ ઘી ડેપો માંથી શુધ્ધ ઘીનો નમુનો લેવાયો હતો.જેમાં ફેટ અને તલના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરી વેપારીને રૂ.25 હજારની પેનલ્ટી કરવામાં આવી છે.
કોઠારીયા રોડ પર અજુડીયા ભરત ભીખાભાઇ અને જીગ્નેશ નરશીભાઇ ખુંટના જીગ્નેશ ટ્રેડર્સમાંથી પારસમણી ગોળનો નમુનો લેવાયો હતો.જેમાં મોકલતા સલ્ફાઇટ ક્ધટેન્ટ વધુ મળી આવતા નમુનો ફેઇલ જાહેર થયો હતો.વેપારીને રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પરા બજારમાં વિકી શંકરભાઇ અડવાણીનાં મુલચંદ ટેકચંદ અડવાણી પરાબજાર, ન્યુ ઇગલ બ્રાન્ડ ખસ-ખસનો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં પેકીંગ પર એફએસએસએઆઈ લોગો નથી તેમજ મેન્યુ ડેટ દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયો હતો.વેપારીને રૂ.50 હજારની પેનલ્ટી કરવામાં આવી છે.
ગુંડાવડીમાં અશોકકુમાર જાદવભાઇ જીવાનીની ઉમિયા એજન્સીમાંથી સીંગતેલનો નમુનો લેવાયો હતો.જેમાં આયોડિન વેલ્યુ નીયત માત્રા કરતા વધુ, કોટનસીડ ઓઇલની હાજરી હોવાને લીધે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો.પેકીંગ પર એફએસએસએઆઈ લોગો, લાઇસન્સ નંબર, બેચ નંબર દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયો હતો. વેપારીને રૂ.25 હજાર તથા ઉત્પાદક પેઢી પ્રતિક ઓઇલ પ્રોટીન્સના માલીક પ્રકાશભાઇ મનસુખભાઇ ડેડાણીયાને રૂ.75 હજારની પેનલ્ટી કરવામાં આવી છે.
લક્ષ્મીનગર ચોકમાં સુરેશભાઇ ખીમાભાઇ સીરોડીયાનીજય નકળંગ ટી સ્ટોલમાંથી મિક્સ દૂધ (લૂઝ)નો નમુનો લેવાયો હતો. જેમાં ફોરેન ફેટ, વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા નમુનો નાપાસ જાહેર કરાયો હતો.વેપારીને 25 હજારનો દંડ કરાયો હતો.
કોઠારીયા ચોકડી પાસે વિમલભાઇ પરષોત્તમભાઇ ગજેરાના ક્રિષ્નારાજ ડેરી ફાર્મ એન્ડ અમુલ પાર્લરમાંથી મિક્સ દૂધનો નમુનો લેવાયો હતો .જેમાં એસએનએફ ઓછા, મીલ્ક ફેટ ઓછા મળી આવતા નમુનો ફેઈલ જતા વેપારીને રૂ.25 હજારની પેનલ્ટી ફટકારવામાં આવી છે.
જ્યારે વિદ્યાકુંજ સોસાયટી મેઈન રોડ પર મહેન્દ્રકુમાર નાથાલાલ સોજીત્રાના ગોલ્ડન સુપર માર્કેટ, વિધાકુંજ સોસાયટી મેઈન રોડ, ટ્વિલીસીઅસ ફરાળી કુકીઝનો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા પેકીંગ પર બે અલગ અલગ વજન,બેચ નંબર દર્શાવેલ ન હોય તેમજ વપરાશમા લીધેલ ઓઇલ ફેટની વીગત દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ જાહેર કરી વેપારીને રૂ.10 હજાર તથા ઉત્પાદક પેઢી અમૃત ફુડ્ના માલીક વત્સલ શૈલેષભાઇ બાંભરોલીયાને રૂ.20 હજારનો દંડ કર્યો છે.