સંબંધો એવા હ હોય છે કે જેને બાંધીને રાખવાથી તેમાં તિરાડ પાડવાની સંભાવના વધી જાય છે.પરંતુ એવી નાની નૈ બાબતો જેનું ધ્યાન રાખવામા આવે તો સંબંધો વધુ ગાઢ અને મજબૂત બને છે તો આવો જાણીએ એવી બાબતો વિષે….
ઘડી ઘડી કોઈને કોઈ વાતને લઈને રોકટોક કરવું, ફોન પર વ્યસ્ત રહેવાને કારણે સાવલો કારવાં અને ફેસબુક પર ઓનલાઈન હોવા છતાં મેસેજના જવાબ ન આપવા એ બધા એવા કારણો છે જેનાથી સંબંધોમાં ઝગડા થાય છે.આ દરેક બાબત તમારા સંબંધોનું ભવિષ્ય નક્કિ કરે છે.
દરેક માનસમાં કઈક સકારાત્મક અને કઈક નકારાત્મક બાબતો હોય છે. અને એક સાચો સાથી એ જ હોય છે જે પોતાના સાથી આ બાબતોની ખામીઓને અવગણી તેને અપનાવે. જો તમારો સાથી તમારી લાઇફસ્ટાઇલ, અમારા ડ્રેસિંગ સેન્સ અને તમારી કરિયરને લઈને રોકટોક કરતો હોય તો સમજવું કે તમારા સંબંધોનું આયુષ્ય લાંબુ નથી.
તમારે જો સંબંધોમાં રવું છે તો તમારા સાથી સાથે દરેક સુખ દુ:ખની વાતો વગોળો . તમે તમારા સાથી સાથે જો માત્ર સુખના સમયે જ સાથ આપો અને દુ:ખની પળોમાં સમય નથી આપતા તો સંબંધો લાંબા સમય સુધી ટકી નહીં શકે. પોતાના અને સારા ખરબની પરીક્ષા આવા સમયે જ થાય છે.
તમારા પાર્ટનરની આદતોથી એ વાત જાની શકાય છે કે તેને તમારી કીટલી ચિંતા છે? સંબંધોન આગળ વધરવા સ્ત્રી અને પુરુષ બંને એ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી બને છે કે બંનેમા પ્રેમ હોવો જોઈએ. તમારા સંબંધો જો પ્રેમજ નથી તો સંબંધો ટકવાની કોઈ ગેરેંટી નથી.
લગ્ન પછી સારું જીવન જીવવા ઈચ્છો છો અને તમારો સાથી એના માટે હજુ સુધી તૈયાર નથી તો એ વિષે દલીલ ના કરવી હિતાવહ છે. બંને આરામથી બેસી આ બાબતે પ્રેમથી વાત કરવી જોઈએ. જેનાથી એકબીજાની ઈચ્છા જાણવી જોઈએ . લગ્નનો મતલબ એ નથી કે તમે એકબીજા સાથે રહો, પરંતુ એ છે કે તમે એકબીજાને સમજો અને એકબીજાની જવાબદારીઓને પણ સમજો…
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com