ડાયાબિટીસ એક એવો રોગ છે, જેને સાયલન્ટ કિલર પણ કહે છે. આ રોગનો ભોગ બનનાર દર્દીએ તેમના આહાર અને જીવનશૈલીનુ ખૂબ ધ્યાન રાખવું પડે છે. જોકે આ રોગ નાના બાળકોથી લઈને મોટાઓને પણ થઈ શકે છે.
ભારતમાં ડાયાબિટીસ એક મહામારી બની રહી છે, જેના લીધે આજે ભારત વિશ્વનું ડાયાબિટિક કેપિટલ બની ગયું છે. તેમજ સામાન્ય રીતે ડાયાબિટીસ મુખ્યત્વે 2 પ્રકારનો હોય છે. જેમ કે, ટાઇપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. આ ઉપરાંત ડાયાબિટીસના અન્ય કેટલાક પ્રકાર પણ છે. જેમ કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ, MODY ડાયાબિટીસ વગેરે.
ટાઈપ 1 ડાયાબિટીસ :
આ પ્રકારનો રોગ સામાન્ય રીતે બાળકોમાં વધુ જોવા મળે છે. જે શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપના લીધે ઉત્પન્ન થાય છે. તેમજ આ ઉપરાંત આનુવંશિક ભિન્નતાના લીધે પણ આ રોગ થાય છે. પરંતુ હજી સુધી આ પ્રકારના ડાયાબિટીસ થવાનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. તેમજ વિશ્વમાં ટાઈપ 1 ડાયાબિટીસની માત્રા આશરે 5 % જોવા મળે છે.
ટાઈપ 2 ડાયાબિટીસ :
ટાઈપ 2 ડાયાબિટીસએ સામાન્ય રીતે પુખ્તવયની વ્યક્તિમાં વધારે જોવા મળે છે. જેમાં વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા જરૂર કરતાં વધી જાય ત્યારે આ પ્રકારના ડાયાબિટીસની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત આ પ્રકારના રોગમાં વ્યક્તિના વજનમાં વધારો, ભૂખ લાગવી, તરસ લાગવી, વારંવાર પેશાબ આવવો જેવી સમસ્યા જોવા મળે છે. તેમજ વધુમાં આ રોગ થવા પાછળનું કારણ વ્યક્તિની જીવનશૈલી, અનિયમિત ખાણીપીણી તથા કસરતનો અભાવ છે. આ દરમિયાન વિશ્વમાં આશરે 95 % વ્યક્તિમાં આ પ્રકારનો રોગ જોવા મળે છે.
ડાયાબિટીસ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમ કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, ટેન્શન, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ઇન્સ્યુલિનનો અભાવ, હાઈ કોલેસ્ટ્રોલ લેવલ, કસરત ન કરવી, હોર્મોનમાં ફેરફાર, ખાવા-પીવાની ખરાબ આદતો, વારસાગત ડાયાબિટીસ આવવો વગેરે. તેમજ શરૂઆતમાં ડાયાબિટીસની બીમારીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે 70 % કેસોમાં ડાયાબિટીસના લક્ષણો ભાગ્યે જ દેખાતા હોય છે. જ્યારે 30 % કેસોમાં ડાયાબિટીસના કેટલાક સંકેતો દ્વારા શોધી શકાય છે. તેમાં ખૂબ પરસેવો થવો, તરસ લાગવી, ભૂખ લાગવી, ખૂબ થાક લાગવો, હાથ-પગમાં દુખાવો થવો, ઘા રૂઝાવવામાં સમય લાગવો, આંખે ધૂંધળું દેખાવુ વગેરે ડાયાબિટીસના લક્ષણો છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.