કંપનીઓએ પોતાની પ્રોડક્ટ અંગે વિગતો આપી
રાજકોટમાં સિઝન્સ ખાતે બીસીઆઇની ૧૧મી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બીસીઆઇ એટલે કે બીઝનેસ કનેક્ટ ઇન્ડિયા જેમાં અલગ-અલગ બિઝનેસ કંપનીઓએ લાભ લીધો હતો. બીસીઆઇ સાથે ૧૦૦ થી ૧૨૦ જેટલા સભ્યો જોડાયેલા છે. તેમજ આ મીટીંગમાં ૪૦ થી ૪૫ બિઝનેસ કંપનીઓએ હાજરી આપી હતી. બીસીઆઇનો મુખ્ય હેતુ એ છે કે અલગ-અલગ કંપનીઓ સાથે મળી અને એકબીજાથી પરિચિત થઇ પોતાનો બિઝનેસ ડેવલોપ કરે તેમજ આ મીટીંગમાં દરેક બિઝનેસ કંપનીઓએ પોતાની કંપનીની પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી.
ઉપરાંત દરેક કંપનીઓ એકબીજાને મદદરૂપ બની હતી. તેમજ દરેક બિઝનેસમેને કહ્યું હતું કે તેઓને બીસીઆઇ સાથે જોડાવાથી ખૂબ જ ફાયદો થયો છે. હાર્દિક મજિઠીયા (બીસીઆઇ પ્રેસીડેન્ટ)એ કહ્યું હતું કે, બીસીઆઇમાં અમે છેલ્લા ૧૧ મહિનાથી મીટીંગ કરી ચુક્યા છીએ. બીસીઆઇમાં લોકો રેગ્યુલર આવે છે. કારણકે, રેફરન્સથી બિઝનેસ વધારે થાય તેથી બિઝનેસ ડેવલોપ થાય છે. તેમજ અલગ-અલગ લોકોની મુલાકાત થાય છે. તેમજ સપ્લાયર, મેન્યુફેકચરર, કસ્ટમર બધા એક જ જગ્યાએ સાથે મળે છે. રાજકોટમાં પહેલુ એવુ બિઝનેસ કલબ છે જેમાં મોટા-મોટા બિઝનેસમેન મળે અને પોતાની કંપનીનો ગ્રોથ કરતા હોય છે.
તેમજ ગિવર્સ ગેઇનને બિલિવ કરતા હોય છે. ૧૦૦થી વધારે લોકો જોડાયેલા છે તેમજ રેગ્યુલર ૫૦ જેવા લોકો આવે છે. આ પ્રોગ્રામમાં મુંબઇથી પણ લોકો આવતા હોય છે. તેમજ સૌરાષ્ટ્રમાંથી વધારે લોકો આવે છે. ખાસ તો ૧૧ મીટીંગમાં ઓછામાં ઓછી ૯ કરોડથી પણ વધારે બિઝનેસ એકબીજાને આપેલો છે. આજની મીટીંગમાં એક બિલ્ડરને ૬૦ લાખ રૂપિયાનો બિઝનેસ મળેલો છે. આ મીટીંગનો કોઇ ચાર્જ હોતો નથી. બીસીઆઇમાં જોડાવવાના ઘણા ફાયદા છે. દર મહિનાના પહેલા બુધવારે લગભગ મીટીંગ રાખીએ છીએ.
કાર્તિક કેલા (બીસીઆઇના વાઇસ પ્રેસીડેન્ટ)એ કહ્યું હતું કે, બીસીઆઇ એક બિઝનેસ કલબ છે. બધા એકબીજાને રેફરન્સ મળે અને બિઝનેસમાં ગ્રોથ થાય છે. છેલ્લા ૩ મહિનાથી રેગ્યુલર નવા લોકો જોડાય છે. બીસીઆઇમાં કોઇ ક્ધટ્રીબ્યુશન ચાર્જ નથી તેમજ હોલનું રેન્ટ અને ફૂડનો ખર્ચ લેવામાં આવે છે.
ધારા ગણાત્રા (પીઇબી ક્ધસલ્ટન્સી કંપની)એ કહ્યું હતું કે, બીસીઆઇમાં આવવાથી મને એ ફાયદો થયો છે કે પહેલા મારી કંપનીના માર્કેટિંગ માટે મેઇલ, કોલીંગ કરવું પડતું હતું, પરંતુ હવે મને ડાયરેક્ટ રેફરન્સ મળવા લાગ્યા છે જેમાંથી મારો ૭૦% બિઝનેસ વધી ગયો છે. મે ૬ મહિનાથી જોઇન્ટ કર્યુ છે. ૨૦૨૨માં મારી દરેક સીટીમાં ઓફિસ હશે તેવો ફ્યુચર ગોલ છે.
વિજય રાદડીયા (લાર્જ બિલ્ડકોન, બીસીઆઇના કમીટી મેમ્બર)એ કહ્યું હતું કે, બીસીઆઇ એક એવો બિઝનેસ પ્લેટફોર્મ છે જ્યાં દરેક બિઝનેસમેનને સ્ટેજ પર આવવાનો મોકો મળે છે. આ એક એવુ ગ્રૃપ છે જ્યાં દરેક બિઝનેસમેન એકબીજાને મદદ કરે છે અને ડેવલોપમેન્ટ કરે છે.
વિજય સોરઠીયા (રાજ કુલિંગ સિસ્ટમ પ્રા.લી.)એ કહ્યું હતું કે, હું બીસીઆઇમાં ૧૧ મીટીંગથી જોડાયેલો છું અને મને એક પોઝીટીવ એટમોસ્ફીયર મળે છે, સારા મિત્રો મળે છે અને ક્વોલિટી રેફરન્સ મળે છે. મને બીસીઆઇના મેમ્બર દ્વારા અત્યાર સુધીમાં ૫,૫૦,૦૦૦ જેટલો બિઝનેસ મળ્યો છે.
સુનીલ મારૂ (એસએન ઓટોમેશન)એ કહ્યું હતું કે, બીસીઆઇમાં મને ફાયદો થયો છે કે અહીં અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો આવે છે જે એકબીજાને મારી કંપનીના ઘણા પ્રોબ્લેમ હતા તે સોલ્વ થઇ ગયા છે.
કિશોર પીપળીયા (લોટસ હાર્ડવેર)એ જણાવ્યું હતું કે, હું બીસીઆઇમાં ૧૧ મહિનાથી જોડાયેલો છું. બીસીઆઇમાં આવવાથી ઇન્ડસ્ટ્રીઝમાં જે નાના-મોટા પ્રશ્ર્નો હોય કે કોઇ માહિતી ન હોય તેની માહિતી મળી છે. તેમજ બિઝનેસ ડેવલોપ થયો છે.
પિયુષ ડોડીયા (ભગવતી એન્જીનીયર્સ)એ કહ્યું હતું કે, અમે શીટ મેટલ મશીનરી બનાવીએ છીએ. બીસીઆઇમાં હું છેલ્લા ૮ મહિનાથી જોડાયેલો છુ અને તેનાથી મને ઘણા ફાયદા થયા છે તેમજ પહેલી જ મીટીંગમાં મને ૧૦ લાખનો બિઝનેસ મળી ગયો હતો. આવતા મહિને અમારી કંપનીનું ટર્નઓવર ડબલ કરવા જઇ રહ્યા છીએ તે ફ્યુચર ગોલ છે.
આકાશ દોમડીયા (જીનીવા સ્ટી)એ કહ્યું હતું કે, હું બીસીઆઇમાં છેલ્લી ૧૦ મીટીંગથી જોડાયેલો છું. બીસીઆઇમાં જોડાવાથી મારામાં ઘણો ફેરબદલ આવ્યો છે. અહીં આવવાથી મને ઘણા પોઝીટીવ વ્યક્તિઓ મળ્યા છે તેમજ ડેવલોપમેન્ટ માટે સપોર્ટ મળી રહ્યો છે.
ડેનિશ માકડીયાએ જણાવ્યું હતું કે, અમે સોફટવેર બનાવવાનું કામ કરીએ છીએ. મારી કંપની ૭ વર્ષથી કાર્યરત છે. બીસીઆઇમાં ૮ મીટીંગથી જોડાયેલો છું. અહીં સાથે મળીને બધાની એટલી ખબર પડી કે બધાની હાલત એકસરખી જ છે. તેમજ દરેકનું ઘ્યેય એક જ છે કે બિઝનેસમાં ગ્રોથ થાય.
પરેશ રામાણી (રંજન ઇન્ડસ્ટ્રીઝ)એ કહ્યું હતું કે, અમારે સબમર્સિબલ પમ્પસ બનાવી છીએ. આખા વલ્ડમાં મારા સપ્લાયનું વિઝન છે. બીસીઆઇમાં જોડાવવાનું કારણ એ હતું કે હું મારા બિઝનેસમાં ગ્રોથ કરી શકું અને મને સારા કસ્ટમર, ડિસ્ટ્રીબ્યુટર મળે. મને ઘણો ફાયદો પણ થયો છે.
અંશુમન અનડકટ (એગ્રીગોલ્ડ ઇનકોર્પોરેશન ઇન્ડિયા)એ જણાવ્યું હતું કે, હું એક્સપોર્ટર છું અને એક્સપોર્ટ ક્ધસલ્ટન્સી ચલાવું છું. બીસીઆઇમાં આવવાથી બિઝનેસ ગ્રોથ તો મળે છે પણ સાથે સાથે પર્સનલ ડેવલોપમેન્ટ પણ થાય છે અને સારા રિલેશન બને છે.
મિલન પંડ્યા (જે.એમ. સોલ્યુશન)એ કહ્યું હતું કે, અમે લોકો ફાયનાન્શીયલ પ્લાનીંગ કરી છે. બીસીઆઇ ખૂબ જ સા પ્લેટફોર્મ છે. બીસીઆઇમાં જોડાઇને ખૂબ જ ફાયદો થયો છે. ઘણા સારા રિલેશન ડેવલોપ થયા છે અને હજુ આગળ પણ ડેવલોપ થશે તેવી અપેક્ષા છે.
દિલીપ રાજગોર (લેન્ડમાર્ક સર્વિસીઝ)એ ક્હયું હતું કે, બીસીઆઇ ખૂબ જ સારૂ પ્લેટફોર્મ છે તેમજ ભવિષ્યમાં એકબીજાના પરિચયથી મદદરૂપ બને તેમજ બિઝનેસ ડેવલોપ થાય.
રિપલ દુધકીયા (માઁ ખોડિયાર કૃપા ઇન્ડસ્ટ્રીઝ)એ જણાવ્યું હતું કે, અમે ઓટોમોબાઇલ એન્જીન વાલ્વનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ. અમારી બ્રાન્ડનું નામ જેવીઆર છે. હું બીસીઆઇ સાથે પહેલી મીટીંગથી જોડાયેલો છું. તેનાથી ઘણા ફાયદા થાય છે અને જે બિઝનેસ મળે છે તે અનબીલીવેબલ હોય છે.
અભિષેક કારીયાએ જણાવ્યું હતું કે, મારી કંપની ઇવેન્ટ મેનેજમેન્ટનું વર્ક કરે છે, અને તે પાંચ વર્ષથી કાર્યરત છે. બીસીઆઇમાં જોડાવાથી પર્સનાલીટી ડેવલોપમેન્ટ થાય છે. ૨૦૨૫ સુધીમાં ઓલ ગુજરાત ગોલ કરવાનો ફ્યુચર ગોલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com