- બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મિશ્રાએ તાત્કાલિક બેઠક બોલાવી કાનુન મંત્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી
કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા સૂચિત એડવોકેટ એક્ટ એમેન્ડમેન્ટ બિલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સહિતની વકીલો આલમના વિરોધના વંટોળને પગલે પાછું ખેંચવામાં આવતા કાનૂની ક્ષેત્રમાં ખુશીની લાગણી અનુભવાય છે.બાલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ, સૂચિતએમેન્ડમેન્ટ બિલ જાહેર થતાં દેશભરના વકીલોમાં ઠેર ઠેર આંદોલનના મંડાણની તૈયારી થતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાએ ભારતના તમામ બાર કાઉન્સીલના ચેરમેન વાઈસ ચેરમેનની સંયુકત બેઠક બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં તા.23/ 02/ 2025ના અરજન્ટ મીટીંગ બોલાવી હતી.્ જેમાં સાંસદ અને બીસીઆઇ ચેરમેન મનન કુમા2 મીશ્રાએ પ્રપોઝ્ડ એમેન્ડમેન્ટ બિલ બી.સી.આઈ. મેમ્બરો સાથે વિચાર વિમર્શ કરી કરેલ હતા અને કાયદામંત્રી મેઘવાલ સાથે બે થી ત્રણ મીટીંગ કરી અને સરકાર દ્વારા લાવનાર કાળો કાયદો દુર કરવા એક એક બાબતની ચર્ચા કરી એમેન્ડમેન્ટ એકટમાં વકીલોને અસર થતા દરેક પ્રપોઝ્ડ કાયદા દુર કરાવેલ હતા અને જોઈન્ટ મીટીંગના આગલા દિવસે શુક્રવાર, 22ના રોજ સ2કારે પ્રપોઝ્ડ કાયદો 52ત ખેંચતા વકીલોમાં આનંદ ફેલાયો છે. સાથે સાથે રાજય બાર કાઉન્સિલોની એનરોલમેન્ટ ફી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે માત્ર રૂા. 750 કરેલ હોય તેમાં બાર કાઉન્સિલનો વહિવટ ચાલે તેમ ન હોય અને તાળા લાગી જાય તેમ હોય તમામ ચે2મેન/વા. ચેરમેનને જોઈન્ટ મીટીંગમાં ચર્ચા કરી સરકારમાં બી.સી.આઈ. ચેરમેનને રજુઆત કરવા સતા આપેલ હતી. બાર કાઉન્સિલ ઈન્ડિયાના ચેરમેન તથા સભ્યોની જાગૃતી અને ટાણાસરની સીધી રજૂઆતોને પગલે વકીલો વિરૂધ્ધ બરબાદ કરનાર કાળા કાયદારૂપી પ્રપોઝ્ડ એમેન્ડમેન્ટ બિલ પરત ખેંચતા ભારતના વકીલોમાં આનંદની લાગણી ફેલાઇ છે.