દરેક ટીમ પાંચ લીગ મેચ રમશે સૌરાષ્ટ્ર એપીઇ ગ્રુપ બીમાં

બીસીસીઆઇના સિનિયર વુમન વન-ડે ટુર્નામેન્ટ ૨૦૨૦-૨૧ નો તા.૧૧ માર્ચે થી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ ૬ ગ્રપ વચ્ચે રમાશે જેમાં એલીટ ગ્રુપ એપીઇ, અને પ્લેટ ગ્રુપ છે ટીમ એલીટ ગ્રુપ -બીમાં છે. સૌરાષ્ટ્ર ક્રિકે ટ એસોસીએશન એલીટ ગ્રુપ-બી ના મેચો રમાડશે. આ ગ્રુપમાં સૌરાષ્ટ્ર, રેલવે, બંગાળ, હરિયાણા, આસામ અને ઉત્તરખંડની ટીમો રમશે. દરેક ટીમ પાંચ લીગ મેચ રમશે મેચનો કાર્યક્રમ આ મુજબ છે.

તા.૧ર માર્ચે રેલવે મેદાન ખાતે રેલવે અને બંગાળ વચ્ચે એસસીએ સ્ટેડિયમ મેદાન-૧ ખાતે સૌરાષ્ટ્ર હરિયાણા વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન-ર ખાતે આસામ અને ઉત્તરાખંડ વચ્ચે મેચ રમાશે.તા.૧૪ ના રોજ એસસીએ સ્ટેડીયમ મેદાન-૧ ખાતે સૌરાષ્ટ્ર-બંગાળ વચ્ચે, રેલવે ક્રિકેટ મેદાન ખાતે રેલવે- ઉત્તરાખંડ વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન નં.ર ખાતે આસામ હરિયાણા વચ્ચે મેચ રમાશે.તા.૧૬ ના રોજ રેલવે ક્રિકેટ મેદાન ખાતે સૌરાષ્ટ્ર-આસામ વચ્ચ, એસસીએ સ્ટેડિયમ મેદાન નં.૧ માં રેલવે-હરિયાણા વચ્ચે એસસીએ ગ્રાઉન્ડ-ર પર ઉતરાખંડ બંગાળ વચ્ચે મેચ રમાશે .તા.૧૮ માર્ચે રેલવે ક્રિકેટ મેદાન  ખાતે હરિયાણા, ઉતરાખંડ, એસસીએ સ્ટેડિયમ મેદાન-૧ ખાતે આસામ બંગાળ વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન-ર ખાતે સૌરાષ્ટ્ર અને રેલવે વચ્ચે મેચ રમાશે. તા.ર૦ માર્ચે રેલવે મેદાન ખાતે રેલવે અને આસામ વચ્ચે એસસીએ સ્ટેડિયમ મેદાન-૧ ખાતે સૌરાષ્ટ્ર અને ઉત્તરાખંડ વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન નંર ખાતે હરિયાણા બંગાળ વચ્ચે મેચ રમાશે.આ તમામ મેચ દિવસના છે અને સવારે ૯ વાગ્યાથી ચાલુ થશે. તમામ ટીમો ૪ માર્ચથી એકત્ર થશે અને કોરોના તથા બીસીસીઆઇના નિયમોનું  પાલન કરવુ૦ પડશે ૧૦ માર્ચથી ટીમો પ્રેકટીસ શરુ કરશે તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.