જેન્ટલમેનની ગેમમાં રૂપિયાની બોલબાલા !!!

ભારતના ઉપખંડમાં પ્રતિ મેચના ડિજિટલ રાઇટ્સ 33 કરોડમાં જશે

હાલ વિશ્વમાં રમાતી અનેક રમતો પૈકી ક્રિકેટ સૌથી લોકપ્રિય બની ચૂકી છે અને તેમાં પણ જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની વાત આવે તો જાણે રૂપિયાનો વરસાદ થતો હોય તેવી સ્થિતિ ઊભી થતી હોય છે. ક્રિકેટને જેન્ટલમેન ની ગેમ પણ કહેવામાં આવે છે પરંતુ  હવે આ ગેમમાં રુપિયાની બોલબાલા સૌથી વધુ જોવા મળે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ દેશની અર્થવ્યવસ્થા બેઠી કરવા માટે પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. ત્યારે મેચ રમાયા પહેલાં જ મેચ દીઠ 82 કરોડ રૂપિયા ક્રિકેટ બોર્ડની ઝોલીમાં આવશે. પણ કે આવતી કાલે મીડિયા સાઇટ્સ માટે ની હરાજી પણ થવા જઈ રહી છે. એટલુંજ નહિ ભારતીય ઉપખંડમાં પ્રતિ મેચ મીડિયા રાઇટ્સ 33 કરોડ માં ઉભા કરવામાં આવશે. સામાન્ય રીતે બીસીસીઆઈને  મીડિયા રાઇટ્સ દ્વારા 60 હજાર કરોડ રૂપિયા ઊભા થશે.

વિશ્વની સૌથી મોટી ઝ-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્સ ખરીદવા માટે આ રવિવારે હરાજી બોલાવાની છે. આ મીડિયા રાઈટ્સ ખરીદવા વર્તમાન હોલ્ડર ડિઝનીની સાથે સોની, એમાઝોન, રિલાયન્સ સહિતના ટોચના માંધાતાઓ વચ્ચે હરિફાઈની સંભાવના સેવાઈ રહી હતી. જોકે મળતા અહેવાલ અનુસાર એમેઝોન ઈન્ડિયન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચો માટેના સ્ટ્રીમિંગ રાઈટ્સ માટેની આ સ્પર્ધામાંથી ખસી જવાની યોજના બનાવી રહી છે. એમાઝોનની એક્ઝિટ બાદ હવે આ સોદો ડિઝની પાસેથી હવે સીધો મુકેશ અંબાણીની રિલાયન્સને મળે તેવી સંભાવના છે.

ઈંઙક રાઈટ્સને આ વર્ષે 12 જૂને યોજાનારા ઓક્શનમાં અભૂતપૂર્વ 7.7 અબજ ડોલરની બોલી મળવાનો અંદાજ છે. જેફ બેઝોનના નેજા હેઠળની અમેરિક જાયન્ટ ઈ-કોમર્સ અને સ્ટ્રીમિંગ કંપની એમાઝોન શરૂઆત પહેલાં જ એક્ઝિટ લેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. એમેઝોને પહેલાથી જ ભારતમાં 6 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, ત્યારે લીગના ઓનલાઈન સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે વધુ ખર્ચ કરવાનો કોઈ બિઝનેસ પ્લાન બનતો નથી તેમ અધિકારીઓનું માનવું છે.

ચેનલોની સાથોસાથ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડિજિટલ રાઇટ્સ નું પ્રમાણ ખૂબ જ વધ્યું છે જેમાં હોટસ્ટાર જેવી અનેક કંપનીઓ આ ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં ઝંપલાવી રહી છે કારણ કે આવનારો સમય ડિજિટલ નો હોવાથી વધુને વધુ રૂપિયાની આવક બીસીસીઆઇને ડિજિટલ મારફતે થશે તેવી પૂર્ણ શક્યતા જોવા મળી રહી છે. સોમા અનેક દેશોમાં પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ લાઇ રમાતી હોય છે પરંતુ તેમાં સૌથી વધુ પ્રચલિત અને જે જરૂરી અને રૂપિયાનું ઉપાર્જન કરતી હોય તો તે ઇન્ડિયન પ્રીમિયર લીગ છે અને તેને લઇને સરકારને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ પણ થતા હોય છે અને અર્થવ્યવસ્થા પણ ધબકતી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.