બેંગાલે દિલ્હીને તમીલનાડુએ અરૂણાચલને તેમજ ગોવાએ મહારાષ્ટ્રની ટીમને હરાવી
બીસીસીઆઈ વુમન્સ સીનીયર ટી.૨૦ ટુર્નામેન્ટની મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડીયમમાં ચાલી રહી છે. જેમાં ગઈકાલના ઈલીટ ગ્રુપ ઈ માં સૌરાષ્ટ્ર તેમજ મિઝોરમની મેચમાં સૌરાષ્ટ્રની વુમન્સ ટીમનો ૧૦ વિકેટથી વિજય થયો હતો. અન્ય મેચોમાં બેંગાલે દિલ્હીને તમીલનાડુએ અરૂણાચલ પ્રદેશને તેમજ ગોવાએ મહારાષ્ટ્રને હરાવ્યું હતુ. ખંઢેરી સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ ૨માં રમાયેલી સૌરાષ્ટ્ર અને મિઝોરમની મેચમાં સૌરાષ્ટ્રે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનાં નિર્ણય લીધો હતો.જેમાં મિઝોરમે ૨૦ ઓવરમા પાંચ વિકેટના નુકશાન પર ૭૨ રન કર્યા હતા. જેમાં રૂચીતા બુલીએ ૪૭ રન કર્યા હતા. જયારે સૌરાષ્ટ્ર તરફથી જયશ્રી જાડેજાએ ૩ ઓવરમાં ૧૦ રન આપી ૩ વિકેટ લીધી હતી ૭૩ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે માત્ર ૯.૫ ઓવરમાંજ જયશ્રી જાડેજાના ૫૦ રન તેમજ રીધધી રૂપારેલના ૧૬ રનની મદદથી આસાનીથી મેચ જીતી લીધો હતો. જયારે ગ્રાઉન્ડ ૨માં તમીલનાડુ તેમજ અરૂણાચલનાં મેચમાં તમીલનાડુએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કર્તા અલોકસી અરૂનના ૭૪ તેમજ સી સુસાનથીકાના ૭૯ રનની મદદથી ૨૦ ઓવરમા એક વિકેટના નુકશાન પર ૧૯૯ રન બનાવ્યા હતા જવાબમાં અરૂણાચલની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાન પર માત્ર ૬૬ રન જ બનાવી શકી હતી તમીલનાડુએ આ મેચ ૧૩૩ રનથી જીતી લીધો હતો. જયારે ગ્રાઉન્ડ-૧માં બેંગાલે અને દિલ્હીનાં મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. બેંગાલની ટીમે પ્રથમ બેટીંગ કરતા રીચા ઘોસના ૬૭ તેમજ મન્દીરા મહાપતરાના ૨૮ રનની મદદથી૨૦ ઓવરમાં ૧૩૬ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ ૨૦ ઓવરના અંતે ૭ વિકેટના નુકશાન પર માત્ર ૭૬ રન જ બનાવી શકી હતી બેંગાલે આમેચ ૬૦ રને જીત્યો હતો. મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચમાં મહારાષ્ટ્રની ટીમ તરફથી મૂકતા માગરેના ૨૮ અને અંનાધા દેસપાંડેના ૨૫ રનની મદદથી ૨૦ ઓવરમા ૪ વિકેટના નુકશાન પર ૧૧૫ રન બનાવ્યા હતા ગોવાની ટીમે ટી ડુર્ગેડના ૩૯ અને સુનાન્ડા એતરેકરનાં ૩૮રનની મદદથી ૪ વિકેટથી આ મેચ જીતી લીધો હતો.
વિનોદ માંકડ ટ્રોફી અન્ડર ૧૯ની સાત પૈકી ૪ મેચમાં સૌરાષ્ટ્રની ટીમ વિજયી
આજ ગ્રાઉન્ડ પર વિનોદ માકડ અન્ડર ૧૯ ટુર્નામેન્ટના મેચો પણ રમાયા હતા જેમાં સૌરાષ્ટ્રના સાત મેચો રમાયા હતા જેમાં સૌરાષ્ટ્રની ટીમે ૪ મેચો જીતી હતી જયારે ૨ મેચોમા હાર થઈ હતી અને એક મેચનું પરિણામ આવ્યું હતુ. સૌરાષ્ટ્રની ટીમે આસામને જમ્મુ કાશ્મીરની ટીમને ઓડીશાની ટીમે તેમજ કેરલાની ટીમને હરાવી હતી જયારે બિહારની ટીમ સૌરાષ્ટ્ર અને બરોડા સામે હાર થઈ હતી અને હિમાચલ સામેની મેચનું પરિણામ આવ્યું ન હતુ.