કહેવાય છે કે જેન્ટલમેન ગણાતી ક્રિકેટની રમત માં પૈસા નો દબદબો સતત જોવા મળી રહ્યો છે ત્યારે આગામની 2022 ની આઇપીએલ સિઝનમાં બે નવી ટીમો નો ઉમેરો થયો છે જેનો સીધો ફાયદો બીસીસીઆઈ અને ટીમ ખરીદના કંપનીને થશે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે ખેલદિલીની રમત માનવામાં આવતી ક્રિકેટમાં ધનકુબેરો આરોટી રહ્યા છે. એટલું જ નહીં આવનારી સિઝન માટે જે બે નવી ટીમો આવી છે ત્યારે સર્વેના મીડિયા રાઇટ્સ બીસીસીઆઈ દ્વારા વેચવામાં આવ્યા છે જેથી સીધો જ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો નફો મળશે.

આ અંગે બીસીસીઆઈ ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓએ જે અપેક્ષા રાખી હતી કે જે બે નવી ટીમો સામે આવશે તેમાંથી એક હજાર કરોડ રૂપિયા વધુ મળ્યા છે જેથી એક જ માસમાં બીસીસીઆઈને  ૫૦,૦૦૦ કરોડ રૂપિયા નો નફો થશે.

એક તરફ કોવિડ કાળમાં  નાણાકીય લેવડદેવડ ઉપર અનેક પ્રશ્નાર્થ જોવા મળી રહ્યા છે ત્યારે કારમાં પણ ભારતીય રમતો માં જે રીતે નાણાની લેવડદેવડ થાય રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં ભારત અર્થ વ્યવસ્થા ખૂબ જ મજબૂત બનશે અને તેનો સીધો જ ફાયદો ખેલ જગત ને પહોંચશે. આઈપીએલમાં વર્ષ 2008માં તેની વેલ્યુએશન 400 કરોડની જોવા મળતી હતી જે વર્ષ ૨૦૨૧ માં સાત હજાર કરોડ સુધી પહોંચી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.