નવી પસંદગી સમિતિની પણ જાહેરાત કરી દેવાઈ : વિવિધ ફોર્મેટમાં હોઈ શકે છે અલગ-અલગ સૂકાની
ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલા ટી20 વિશ્વ કપમાં ભારતનું અત્યંત કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે જે બાદ સમગ્ર સિલેક્શન કમિટી ઉપર તેનો દોષનો ટોપલો નખાયો છે. ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ બીસીસીઆઈ એ હાલની સંપૂર્ણ સિલેક્શન કમિટીને બળ તરફ એટલે કે સસ્પેન્ડ કરી દીધી છે અને નવી સિલેક્શન કમિટી મુખ્યત્વે એક ફોર્મેટમાં અલગ સુકાની રાખશે તેવું હાલ સામે આવ્યું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે દ્વારા એક અસાધારણ પગલું લેવામાં આવ્યું છે. ચેતન શર્માના ચેરમેન પદ હેઠળની આખી પસંદગી સમિતિને જ સસ્પેન્ડ કરી દેવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ભારતની પસંદગી સમિતિમાં ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચેતન શર્મા ઉપરાંત દેબાશિષ મોહંતી, હરવિંદર સિંઘ અને સુનિલ જોશીનો સમાવેશ થતો હતો. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ ટી-20 વિશ્વકપમાં ભારત ભારે નિરાશાજનક રીતે સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય મેળવી ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું હતું.
કોઈપણ નિષ્ફળતાનો દોષનો ટોપલો તો કોઇને કોઈ પર ઓઢાડાશે તેમ તો માનવામાં આવતું જ હતું પણ આટલી કડકાઈ સાથે અને ઝડપથી આવુ પગલું લેવાશે તેમ ક્રિકેટ રસિકોને સહેજ પણ ખ્યાલ નહતો. ભારતીય ક્રિકેટ બોર્ડ ભારતના ક્રિકેટમાં ધરખમ પરિવર્તનો લાવવાના મૂડમાં હોય તેમ લાગે છે. ભારતીય ક્રિકેટ બોર્ડે રાત્રે જ નવી પસંદગી સમિતિ માટેની અરજી મંગાવતી જાહેરાત પણ ઓનલાઈન મૂકી દીધી છે. જેમાં પાંચ જગ્યા માટે અરજી મંગાવાઈ છે.
આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ગઇ હતી અને ટીમમાંથી કેટલાક સિનિયર ખેલાડીની હકાલપટ્ટી કરવાની માગણીઓ પણ થઇ હતી. ટીમના ખરાબ પ્રદર્શન માટે પસંદગી સમિતિને પણ જવાબદાર ગણીને ચેતન શર્માના નેતૃત્વ હેઠળની સિનિયર પસંદગી સમિતિને બરતરફ કરી દીધી છે. બીસીસીઆઇએ સમિતિની હકાલપટ્ટી કર્યા બાદ તર જ નવા ઉમેદવારો પાસે અરજી મંગાવી છે. નવા સિલેક્શન કમિટીના ચેરમેન માટે બીસીસીઆઈ એ જે મેન્ડેડ આપ્યું છે તેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે દરેક ફોર્મેટ માટે એક અલગ કેપ્ટનને નિયુક્ત કરવામાં આવે. સામાન્ય રીતે સિનિયર નેશનલ સિલેકટર ને ચાર વર્ષનું એક્સટેન્શન આપવામાં આવતું હોય છે.
ત્યારે ટી ટવેન્ટી વિશ્વ કપમાં ભારતની જીત મેળવવી તે ચેતન શર્મા માટેનું સૌથી કપડું કાર્ય હતું જેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. ચેતન શર્મા દ્વારા જે ટીમ સિલેક્શન કરવામાં આવતું હતું તેના પ્રદર્શનથી બીસીસીઆઈ માં ખૂબ જ નારાજગી હતી અને ભારત 2021 ના નોકાઉટ સ્ટેજમાંથી જ બહાર નીકળી ગઈ હતી. માહિતી મુજબ ચેતન શર્મા જે મહત્વપૂર્ણ નિર્ણયો સિલેક્શન કમિટીના વડા તરીકે લેવા જોઈએ તે લેવામાં ઉના ઉતર્યા હતા. ટી20 વિશ્વ કપમાં શિખર ધવનનો સિલેક્શન ન થતા પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા.