વધુ ને વધુ રાજ્યો બી.સી.સી.આઈ. સાથે જોડાતાં તેમજ આગામી ડોમેસ્ટિક સીઝનને ધ્યાનમાં રાખીને બી.સી.સી.આઈ. એ પીચ ક્યુરેટરની નિમણુક કરશે. આ અંતર્ગત આશરે ૩ વર્ષ પછી બી.સી.સી.આઈ. પીચ ક્યુરેટર માટે પરિક્ષા લેશે. હાલ ૨૯ જેટલાં બી.સી.સી.આઈ. સર્ટિફાઈડ પીચ ક્યુરેટર છે. જેને માટે ગ્રાઉંડ કમીટી, આસી. ઝોનલ કોચ છે. બી.સી.સી.આઈ. એ તેને માટે ન્યુટ્રલ ક્યુરેટર માટે આ બધી કસરત કરી રહ્યુ હોય તેમ લાગે છે. જેને માટે સી.ઈ.ઓ. રાહુલ જોહરી અને સબા કરિમ સહીત
મીટિંગ કરીને આ નિર્ણય લીધો હતો. આ ઉપરાંત પીચ ક્યુરેટરનાં પગારને પણ ૧૦૦ ટકાની મંજુરી મળી હતી. જેનાંથી પીચ ક્યુરેટર સહીત અન્ય મેઈનટેનંસ સ્ટાફને વધારો મળશે. હાલ દેશમાં ચીફ ક્યુરેટર ઉપરાંત ૧૦ જેટલાં ઝોનલ હેડ તેમજ કેટલાક કો ઓપ્ટેડ ક્યુરેટર તેમજ બી.સી.સી.આઈ.નાં પે રોલ પર રહેલાં ક્યુરેટરને લાગું પડશે. જે તેઓ પર્ફોમન્સ બેઝ પર સિલેક્ટ થશે.