રણજી ટ્રોફી વિજેતાને હવે રૂ.2 કરોડના બદલે રૂ.5 કરોડ, મહિલા વન-ડે ટ્રોફીની વિજેતાને હવે રૂ.6 લાખને બદલે રૂ.50 લાખ અને ટી20 મહિલા ટ્રોફીની વિજેતાને રૂ.5 લાખને બદલે રૂ.40 લાખ મળશે
ક્રિકેટના ખેલાડીઓ માટે બીસીસીઆઈએ વિકાસનો ભંડાર ખોલ્યો છે.બીસીસીઆઈએ સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં ધરખમ વધારો કર્યો છે. આ સિઝનથી રણજી ટ્રોફી વિજેતાને હવે રૂ.2 કરોડના બદલે રૂ.5 કરોડ મળશે. સૌથી વધુ ફાયદો મહિલા ક્રિકેટની ટુર્નામેન્ટને થયો છે. મહિલા વન-ડે ટ્રોફીની વિજેતાને હવે રૂ.6 લાખને બદલે રૂ.50 લાખ અને ટી20 મહિલા ટ્રોફીની વિજેતાને રૂ.5 લાખને બદલે રૂ.40 લાખ મળશે.
બીસીસીઆઈના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે તેઓને એ જણાવતા આનંદ થાય છે કે, બોર્ડની તમામ ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે.અત્યાર સુધી રણજી ટ્રોફીના વિજેતાને રૂ.2 લાખ, ઉપવિજેતાને રૂ.1 લાખ અને સેમીફાઈનલિસ્ટને રૂ.50 લાખ મળતા હતા. હવે વિજેતાને રૂ.5 લાખ, ઉપવિજેતાને રૂ.3 લાખ અને સેમીફાઈનલિસ્ટને રૂ.1 કરોડ મળશે. ઈરાની કપના વિજેતાને રૂ.25 લાખને બદલે 50 લાખ મળશે, જ્યારે ઉપવિજેતાને પણ હવે રૂ.25 લાખ મળશે.
દુલીપ ટ્રોફીના વિજેતાને રૂ.40 લાખને બદલે રૂ.1 કરોડ અને ઉપવિજેતાને રૂ.20 લાખના બદલે રૂ.50 લાખ રૂપિયા મળશે. વન-ડે માટે રમાયેલી વિજય હજારે ટ્રોફીના વિજેતાને રૂ.30 લાખને બદલે રૂ.1 કરોડ અને ઉપવિજેતાને રૂ.15 લાખને બદલે રૂ.50 લાખ મળશે. પ્રો.ડીબી દેવધર ટ્રોફીના વિજેતાને રૂ.25ને બદલે રૂ.40 લાખ અને ઉપવિજેતાને રૂ.15ને બદલે રૂ.20 લાખ મળશે.
સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીના વિજેતાને રૂ.25ને બદલે રૂ.80 લાખ અને ઉપવિજેતાને રૂ.10ને બદલે રૂ.40 લાખ મળશે. સિનિયર મહિલા વન-ડે ટ્રોફીની વિજેતાને રૂ.6ને બદલે રૂ.50 લાખ અને ઉપવિજેતાને રૂ.3ને બદલે રૂ.25 લાખ મળશે. સિનિયર મહિલા T20 ટ્રોફીની વિજેતાને રૂ.5ને બદલે રૂ.40 લાખ રૂપિયા અને ઉપવિજેતાને રૂ.3ને બદલે રૂ.20 લાખ આપવાની જાહેરાત કરાઈ છે